અટલ બિહારી વાજપેયીના નિધનથી અમિતાભ બચ્ચન થયા ભાવુક
અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘એક કવિ, એક લેખક, એક રાજનેતા, એક પ્રધાનમંત્રી...એક દુર્લભ વ્ચક્તિત્વ’ બીગ બીએ એ પણ કહી કે અટલ બિહારી બાજપાયી તેમના જન્મ દિવસ પર મને અચૂક ફોન કરીને શુભકામનાઓ આપતા હતા.
- અટલજી અને મારા પિતાજી સારા મિત્રો હતા: બચ્ચન
- અમિતાભ બચ્ચન અટલજી અને તેમના ભાષણના દિવાના હતા
- અમિતાભ બાજપાયીના જન્મ દિવસે ખાસ ફોન કરી શુભકામનાઓ આપતા
Trending Photos
નવી દિલ્હી: અમિતાભ બચ્ચને પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા કહ્યું કે, એક કવિ, એક લેખક, એક જ્ઞાની મન, અને દયાળુ શખ્સ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પછી સમગ્ર રાષ્ટ્રમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. ગુરૂવારે સાંજે એમ્સમાં 93 વર્ષની ઉમરે અટલજીનું નિધન થયું હતું. અમિતાભે તેમના બ્લોગ પર લખ્યું કે, અટલજી મારા પિતા અને તેમના કામના પ્રસશંક હતા. મારા પિતા અને અટલજીની ઘણી મુલાકાતોમાં હું પણ જોડાયેલો હતો.
વધુમાં તેમણે કહ્યું કે તેમના પિતા બાજપેયી ત્યારથી જાણતા હતા કે, જ્યારે તે શાળામાં ભણતા. તે બાજપેયીની શૈલી અને સજ્જનતાથી ખુબ જ પ્રભાવિત હતા. વધુમાં તેમણે કહ્યું કે તેમની ભાષણ કલા અને શબ્દ પ્રયોગ જોરદાર હતા. તે ઉચ્ચારણની પ્રતિભાથી સંપન્ન હતા. શબ્દની પ્રસ્તૃતીનો અર્થ જાણવા માટે તે પર્યાપ્ત હતુ. કોઇને ભાષાને સમજવાની આવશ્યકતા નોહતી. એ જ તેમની પ્રતિભા હતી. સંસદમાં આપેલા કેટલાક સાર્વનજિક ભાષણ તેની સાબિતી છે.
અમિતાભ બચ્ચને લખ્યું કે, ‘એક કવિ, એક લેખક, એક રાજનેતા, એક પ્રધાનમંત્રી...એક દુર્લભ વ્ચક્તિત્વ’ બીગ બીએ એ પણ કહી કે અટલ બિહારી બાજપાયી તેમના જન્મ દિવસ પર મને અચૂક ફોન કરીને શુભકામનાઓ આપતા હતા. જ્યારે વાજપેયીના જન્મ દિવસ પર હું તેમને અચૂક ફોન કરીને શુભકામનાઓ પાઠવતો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે