ત્વરિત નિર્ણય માટે જાણીતી મોદી સરકાર, અટલજી મામલે અહીં થાપ ખાઇ ગઇ !
યમુના કિનારે દેશનાં તમામ મહાન નેતાઓને એટલા વિશાળ સ્મૃતિ સ્થળ ફાળવાયા પરંતુ આટલા મહાન વ્યક્તિત્વને હજી સુધી જગ્યા ફાળવાઇ નથી
Trending Photos
હર્ષ રંજન / અમદાવાદ : ભારતીય રાજનીતિમાં અટલ બિહારી વાજપેયીના વ્યક્તિત્વ અને કૃતિત્વ એટલું પ્રભાવી રહ્યું છે કે શું મરણોપરાંત તેમને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળથી અલગ એક વિશિષ્ઠ સ્થાન ન આપવામાં આવવું જોઇએ ? પંડિત જવાહરલાલ નેહરૂ સ્વતંત્ર ભારતનાં પહેલા વડાપ્રધાન હતા તો અટલજી પહેલા એવા બિન કોંગ્રેસે વડાપ્રધાન હતા જેમની સરકારે પાંચ વર્ષનો કાર્યકાળ પુરો કર્યો. તેમ છતા અટલજી તો અટલજી જ હતા, જેમનું સન્માન ઘોર વિપક્ષ પણ કરતું હતું. થોડું તો અલગ રહ્યું અટલજીમાં તેમનાં નિધનથી સમગ્ર રાષ્ટ્ર આજે સાચા અર્થમાં શોક સંતપ્ત છે. તો શું અટલજીનાં નામે સમાધિ માટે અલગથી સ્થાન આપવામાં આવે તે જરૂરી નહોતું ? હાલ તો તેમને રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળમાં બીજા સ્વર્ગીય નેતાઓની સાથે એક નાનકડુ સ્થાન આપવામાં આવ્યું તે યોગ્ય છે ?
16 મે 2013ના રોજ મનમોહન સિંહ સરકારની કેબિનેટે નિર્ણય લીધો હતો કે દિલ્હીમાં વીવીઆઇપી લોકોના અંતિમ સંસ્કાર માટે યમુના કિનારે એક જ દાહગ્રહ બનાવવામાં આવશે જેનું નામ રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ રાખવામાં આવશે. જો કે વર્ષ 2000માં તત્કાલીન વાજપેયી સરકારે જ નિર્ણય લીધો હતો કે યમુના કિનારે સ્થળની અછતને જોતા હવે કોઇ પણ વીવીઆિપીની અલગથી સમાધી બનાવવમાં નહી આવે. એક અલગથી સમાધિ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય પણ વાજપેયી સરકારે જ લીધો હતો. તે અલગ વાત છે કે સરકારને યમુના કિનારે સ્મૃતિ સ્થળ પસંદ કરવામાં 13 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
દિલ્હીમાં વીવીઆઇપી સમાધિઓ લગભગ 250 એકર ક્ષેત્રમાં ફેલાયેલી છે. રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળમાં પ્રમુખ નેતાઓનાં અંતિમ સંસ્કાર માટે સ્થાન ફાળવવામાં આવે છે અને સાથે જ તેટલું સ્થળ ફાળવવામાં આવે કે તેમનાં લોકો જમા થઇને પોતાના દિવંગત નેતાને શ્રદ્ધાંજલી આપે. તે અગાઉ મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની આસપાસ ઘણા મોટા રાષ્ટ્રીય નેતાઓની ઘણા એકર વિસ્તારમાં અલગથી સમાધીઓ બનાવવામાં આવી છે. તેમની દેખરેખ પર વાર્ષિક 20 કરોડ રૂપિયાનો ખર્ચ કેન્દ્ર ઉઠાવે છે.
પંડિત નેહરૂની સમાધિ શાંતિવન 52 એકરનાં સૌથી મોટા વિસ્તારમાં ફેલાયેલ છે જ્યારે મહાત્મા ગાંધીજીની સમાધિ રાજઘાટનો એરિયા 44 એકર છે. ઇંદિરા ગાંધીની સમાધિ શક્તિ સ્થળ 45 એકરમાં છે. જ્યારે પુર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની સમાધિ સ્થળ વિજય ઘાટ 40 એકરમાં છે. બીજા પૂર્વ વડાપ્રધાનમંત્રીઓ રાજીવ ગાંધીની સમાધિ વીર ભૂમિ 15 એકરમાં છે અને ચૌધરી ચરણ સિંહની સમાધિ કિસાન ઘાટ 19 એકરમાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ જેલ સિંહની સમાધિ એકતા સ્થળ 22 એકર કરતા વધારે ક્ષેત્રમાં છે.
પૂર્વ ઉપપ્રધાનમંત્રીઓ જગજીવન રામ અને દેવી લાલની સમાધિઓ પણ અલગથી બનાવવામાં આવી છે. તે ઉપરાંત પૂર્વ રાષ્ટ્રપતિઓ શંકર દયાલ શર્માની સમાધિ કર્મભુમિ અને કે.આર નારાયણનની સમાધિ ઉદય ભુમિ પણ અલગથી ચિન્હીત છે. મૌલાના અબુલ કલામ આઝાદની યાદમાં એક મજાર પણ અલગથી બનાવવામાં આવી છે. સંજય ગાંધીની સમાધિને તો શાંતિ વનની બિલ્કુલ બાજુમાં સ્થાન મળ્યું છે.
આટલા પ્રખ્યાત રાષ્ટ્રીય નેતાઓની યાદમાં બનેલી સમાધિ બાદ યમુના કિનારે જગ્યાની અછત સર્જાય તે સ્વાભાવિક હતું. માટે ભવિષ્યને ધ્યાનમાં રાખા એક સમાધિ કોમ્પ્લેક્સ બનાવવાનો નિર્ણય યોગ્ય હતો. જેમાં તમામને સ્થાન આપી શકાય, એક જ નહી ઘણી પેઢીઓનાં અને પછી યાદ તો તેમને જ કરવામાં આવે છે જે ભુલાઇ ગયા હોય. અટલજીની છાપ અને યાદ ભારત ક્યારે પણ નહી ભુલી શકે, તે સત્ય છે. જો કે સવાલ તો માત્ર એટલો જ છે કે અટલ બિહાીર વાજપેયીનાં યોગદાન અને ભારતીય રાજનીતિમાં તેમના કદને જોતા તેમની સમાધિ માટે અલગથી થોડી જમીન ફાળવવામાં આવે તે જરૂરી નહોતું ?
અટલજીનાં નિધન પર શ્રદ્ધાંજલી આપવા માટે ગુરૂવારે બોલાવાયેલી કેબિનેટની બેઠકમમાં અલગથી મેમોરિયલ બનાવવા અંગે કોઇ પ્રકારની ચર્ચા થઇ નહી.જો કે નામ નહી જણાવવાની શરતે એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળનાં જ એક ભાગને અલગથી અટલ સ્મૃતિ બનાવવામાં આવી શકે છે. ત્વરિત નિર્ણય લેનારી મોદી સરકાર આ નિર્ણય લેવામાં મોડુ તો કરી જ ચુકી છે પરંતુ હજી પણ એટલું મોડુ નથી થયું. તેણે ઝડપથી આ અંગે નિર્ણય લેવો જોઇએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે