Amitabh Bachchan ની સ્ટાઈલને કોપી કરવામાં આ દેશના રાષ્ટ્રપતિએ પણ કર્યો જુગાડ!

Kaun Banega Crorepati 13: અમિતાભ બચ્ચનના લૂકને કોપી કરવામાં સામાન્ય લોકોની સાથે એક દેશના રાષ્ટ્રપતિ પણ જોડાય ગયા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના લાખો-કરોડો ફેન્સ છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તેમની સ્ટાઈલને કોપી કરવા માગે છે. ત્યારે હવે તે લિસ્ટમાં એક દેશના રાષ્ટ્રપતિનું નામ પણ શામેલ થઈ ગયું છે. જી હા, નાઉરુના રાષ્ટ્રપતિ લિયોનેલ રુવેન એંગિમિયા (Lionel Rouwen Angimia)એ હવે કોન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13)ના ફેશન ડિઝાઈનરનો સંપર્ક કર્યો છે. 

Amitabh Bachchan ની સ્ટાઈલને કોપી કરવામાં આ દેશના રાષ્ટ્રપતિએ પણ કર્યો જુગાડ!

નવી દિલ્હી: અમિતાભ બચ્ચનના લૂકને કોપી કરવામાં સામાન્ય લોકોની સાથે એક દેશના રાષ્ટ્રપતિ પણ જોડાય ગયા છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનના લાખો-કરોડો ફેન્સ છે. યુવાનોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ તેમની સ્ટાઈલને કોપી કરવા માગે છે. ત્યારે હવે તે લિસ્ટમાં એક દેશના રાષ્ટ્રપતિનું નામ પણ શામેલ થઈ ગયું છે. જી હા, નાઉરુના રાષ્ટ્રપતિ લિયોનેલ રુવેન એંગિમિયા (Lionel Rouwen Angimia) એ હવે કોન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13) ના ફેશન ડિઝાઈનરનો સંપર્ક કર્યો છે. 

ખુશીથી ઝુમી ઉઠી પ્રિયા:
કોન બનેગા કરોડપતિ 13 (Kaun Banega Crorepati 13) લૂકની ડિઝાઈનર અને સ્ટારલિસ્ટ પ્રિયા પાટિલ ખુશીથી પાગલ પાગલ થઈ રહી છે. બિગ બીના લૂકની આખી દુનિયા દિવાની છે. ત્યારે આ લિસ્ટમાં નાઉરુના રાષ્ટ્રપતિ લિયોનેલ રુવેન એંગિમિયાનું નામ પણ સામે આવ્યું છે. નાઉરુના રાષ્ટ્રપતિએ જ્યારે પ્રિયા પાટિલનો સંપર્ક કર્યો ત્યારે તેઓને ખુબ જ આશ્ચર્ય થયું. તેમને જણાવ્યું કે, તેઓ બિગ બીના લૂકથી ખુબ જ પ્રભાવિત છે. 

ક્યાં છે નાઉરુ દેશ:
ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત નાઉરુ વેટિકન અને મોનાકો પછી દુનિયાનો ત્રીજો સૌથી નાનો દેશ છે. નાઉરુના રાષ્ટ્રપતિની રુચિ અને પોતાના આશ્ચર્ય અને ખુશી વ્યક્ત કરતાં પ્રિયા પાટિલે કહ્યું કે, નાઉરુ ગણરાજ્યમાં બોલીવુડ પ્રશંસકોની સંખ્યા સારી છે. તેમને બોલીવુડ સામગ્રીનો ઘણો ઉપયોગ કરે છે. રાષ્ટ્રપતિ પણ મિસ્ટર બચ્ચનના લૂકથી પ્રભાવિત છે. જેવી રીતે તેઓ ખુદને અને પોતાની સ્ટાઈલને કેરી કરે છે. રાષ્ટ્રપતિને બો-ટાઈમાં એટલી દિલચસ્પી છે કે તેઓને એ જ બો ટાઈ  જોઈએ છે.

ટૂંક સમયમાં શરૂ કરશે રાષ્ટ્રપતિ માટે ડિઝાઈનિંગ:
પાટિલે કહ્યું કે, નાઉરુ સરકારના એક સભ્યે મારો સંપર્ક કર્યો અને મને પુછ્યું કે શું હું રાષ્ટ્રપતિ માટે આવું જ કંઈક તૈયાર કરી શકું છું. પાટિલે કહ્યું કે આ મારા માટે એક સન્માનની વાત છે. કેમ કે, મિસ્ટર બચ્ચનને ઘણા લોકો ખુબ જ પસંદ કરે છે અને તેઓ ફેશનના આઈકન છે. આ મારા માટે ખુબ જ મોટી વાત છે. પ્રિયા પાટિલ જલદી જ રાષ્ટ્રપતિની અલમારીને ડિઝાઈન કરશે. 

ખાસ હશે આ કલેક્શન:
પાટિલે કહ્યું કે, તેઓ રાષ્ટ્રપતિ માટે બો-ટાઈ કેવી રીતે તૈયાર કરશે. તેમને કહ્યું કે તેઓ દ્વીપ-રાષ્ટ્રથી જોડાયેલા વિભિન્ન સૌંદર્ય તત્વોની સાથે એક મૂડ બોર્ડ મળે છે. ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય પક્ષી, રાષ્ટ્ર ધ્વજનો રંગ અને તેની આધિકારિક શિખા, સાથે સાથે રાષ્ટ્રપતિને પસંદ આવે તેઓ રંગ અને વિષય. આ સૂચનો આધારે પાટિલે કહ્યું કે, તેઓ નાઉરુના રાષ્ટ્રપતિ માટે કંઈક ખાસ ડિઝાઈન કરશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news