બીગબીની લાડકી પૌત્રીએ એક તસવીર શેર કરીને કર્યો મોટો ધડાકો, ખાસ જુઓ PHOTO
Trending Photos
પોતાની એક આગવી સ્ટાઈલથી હંમેશા ચર્ચામાં રહેનાર અમિતાભ બચ્ચનની લાડલી પૌત્રી નવ્યા નવેલી હાલ ખુબ ચર્ચામાં આવી ગઈ છે. સોશિયલ મીડિયામાં નવ્યાએ એક તસવીર શેર કરી તેને લઈને ચર્ચા છે. અત્રે જણાવવાનું કે છેલ્લે નવ્યા નવેલીએ ત્યારે ચર્ચાનો વિષય બની હતી જ્યારે તે એક મિસ્ટ્રી બોય સાથે ફિલ્મ જોવા પહોંચી હતી. આ દરમિયાન નવ્યા સાથે હાજર તેનો મિત્ર મીડિયાના કેમેરા જોઈને ટીશર્ટમાં પોતાનું મોઢું છૂપાવતો જોવા મળ્યો હતો. જો કે આ મિસ્ટ્રી બોય અંગે ખુલાસો થઈ ગયો છે. તે બીજુ કોઈ નહીં પરંતુ જાવેદ જાફરીનો પુત્ર મિજાન જાફરી હતો.
મિજાન અને નવ્યાની એ તસવીરો બાદ એવા અહેવાલો આવવા લાગ્યા કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. હવે તો નવ્યાએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયા પર એ ખુલાસો પણ કરી દીધો છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. વાત જાણે એમ છે કે નવ્યાએ મિજાન સાથેની એક તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરી.
આ તસવીરને શેર કરતા કેપ્શનમાં નવ્યાએ લખ્યું કે 'રિલેશનશિપ ગોલ્સ'. આ તસવીરમાં નવ્યા અને મિજાન એક જેવી ટીશર્ટમાં જોવા મળી રહ્યાં છે. અને આ તસવીરમાં નવ્યા ખુબ જ સુંદર લાગી રહી છે.
બહુ જલદી બોલિવૂડમાં ડેબ્યુ કરશે મિજાન
તાજેતરમાં એવા અહેવાલો આવ્યાં હતાં કે બોલિવૂડના જાણીતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલી મિજાનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. આમ પણ મિજાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માટે અજાણ્યુ નામ નથી. મિજાન દીપિકા પાદૂકોણ અને રણવીર સિંહની ફિલ્મ બાજીરાવ મસ્તાનીમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી ચૂક્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે