અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ

Anand Ambani Radhika Merchant Wedding Guest Detalis List: દેશના સૌથી મોટા ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્નના કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે. અનંત-રાધિકાના લગ્ન 12 જુલાઈએ થવાના છે. જેમાં અનેક મોટી હસ્તિઓ હાજરી આપશે.

અનંત-રાધિકાના લગ્નમાં સામેલ થશે આ દિગ્ગજ હસ્તિઓ, જાણો કોને-કોને મળ્યું છે આમંત્રણ

મુંબઈઃ બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન મુંબઈના જાણીતા ડાયમંડ કારોબારીની પુત્રી રાધિકા મર્ચંટ સાથે થઈ રહ્યાં છે. બંને 12 જુલાઈએ હિન્દુ રીતિ-રિવાજથી લગ્નના બંધનમાં બંધાશે. આ સમે અંબાણી પરિવારમાં પુત્રનના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શન ચાલી રહ્યાં છે. આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનો આવવાના છે. ફિલ્મ અભિનેતાથી લઈને રાજનેતા સહિત અનેક લોકોને લગ્ન માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પાસે પણ આમંત્રણ પહોંચી ગયું છે. 

જી હાં, ખુદ મુકેશ અંબાણી મુંબઈથી દિલ્હી તેમને આમંત્રણ આપવા પહોંચ્યા હતા. ગુરૂવારે અંબાણી સોનિયા ગાંધીના જનપથ સ્થિત આવાસ પર જોવા મળ્યા હતા, જ્યાં તેમણે સોનિયા અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી અને લગ્નનું આમંત્રણ આપ્યું છે. સોનિયા ગાંધી સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ આ લગ્નમાં સામેલ છે. ભાજપના ઘણા નેતા પણ અંબાણી પરિવારના કાર્યક્રમમાં સામેલ થવાના છે. 

આ લગ્નમાં બોલીવુડના લગભગ દરેક એક્ટર સામેલ થવાની આશા છે. ક્રિકેટ જગતના સિતારાઓ પણ આ લગ્નમાં હાજરી આપશે. આ લગ્ન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘર પર છેલ્લા લગ્ન છે, જેને આ પરિવાર ખુબ ખાસ રીતે ઉજવી રહ્યો છે. લગ્ન પહેલા ઘણા પ્રી-વેડિંગ ફંક્શન પણ યોજાવાના છે, જેમાં મોટા મોટા સિતારાઓ ચાર ચાંદ લગાવવાના છે. 

આ લિસ્ટમાં કરીના કપૂર ખાન, કરણ જોગર, જાન્હવી કપૂર, કરિશ્મા કપૂર, સારા અલી ખાન, શાહરૂખ ખાન, સલમાન ખાન, ઓરી અને અનન્યા પાંડે જેવી બોલીવુડ હસ્તિઓ સામેલ છે. આ સિવાય વિદેશના કલાકારો, ઉદ્યોગપતિઓ, અન્ય રાજનેતાઓ પણ હાજર રહેવાના છે. 

લાખોમાં છે ડેવિંડ કાર્ડની કિંમત
અંબાણી પરિવારના આંગણે આવેલા આ રૂડા અવસરનું નિમંત્રણ કાર્ડ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. આ કાર્ડ ખાસ છે, તેમાં હિન્દુ દેવી-દેવતાઓની છબીઓની સાથે એક નાનું ચાંદીનું મંદિર પણ છે. તેની કિંમત 6-7 લાખ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news