જલપરી તરીકે ઓળખાતી અલાના પાંડેએ બોલ્ડનેસની તમામ હદ કરી દીધી પાર, તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

વોટરબેબી અને જલપરી તરીકે ઓળખાતી અલાના પાંડે (Alana Panday) પોતાની સગાઈ બાદ મંગેતર આઈવર મેક્ક્રે (Ivor McCray V) સાથે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.

Updated By: Nov 30, 2021, 08:31 AM IST
જલપરી તરીકે ઓળખાતી અલાના પાંડેએ બોલ્ડનેસની તમામ હદ કરી દીધી પાર, તસવીરોએ સોશિયલ મીડિયામાં મચાવી ધમાલ

નવી દિલ્હીઃ વોટરબેબી અને જલપરી તરીકે ઓળખાતી અલાના પાંડે (Alana Panday) પોતાની સગાઈ બાદ મંગેતર આઈવર મેક્ક્રે (Ivor McCray V) સાથે બોલ્ડ અવતારમાં જોવા મળી હતી. અભિનેત્રી અનન્યા પાંડે(Ananya Panday)ની કઝિન બહેન અલાના પાંડે (Alana Panday) થોડા દિવસ પહેલા તેની સગાઈના કારણે ચર્ચામાં આવી. 'વોટર બેબી' અને 'જલપરી'ના નામથી અલાનાની ફેન્સમાં ઓળખ છે. સગાઈ પછી અલાના પાંડે તેના મંગેતર આઈવર મેક્ક્રે (Ivor McCray V) સાથે બીચ પર રોમાન્સ કરતા જોવા મળી છે. હાલમાં તેના ફોટા અને વીડિયોએ સોશિયલ મીડિયામાં ગરમાવો જોવા મળ્યો છે.
 

એક વીડિયોમાં બે વર્ષનો સફર-
આ વીડિયોમાં અલાના પાંડે (Alana Panday) અને આઈવર મેક્ક્રે (Ivor McCray V) ઘણા બોલ્ડ અંદાજમાં જુદા જુદા લોકેશન્સ પર નજર આવી રહ્યા છે. બંને વચ્ચે ઘણી રોમેન્ટિક કેમેસ્ટ્રી નજર આવી રહી છે. આ વીડિયોમાં ક્યારેક પ્રેમી યુગલ પૂલમાં તો દરિયાકિનારે રેત પર એકબીજાને આલિંગન આપી સૂતા દેખાય છે. આ વીડિયોના મારફતે અલાનાએ પોતાના સંબંધના બે વર્ષની સફર બતાવી છે.
 


ફિલ્મી અંદાજમાં કર્યો હતો પ્રપોઝ-
થોડા દિવસ અગાઉ જ આઈવર મેક્ક્રેએ અલાનાને લગ્ન માટે પ્રપોઝ કર્યુ હતું. આ પળને ખાસ બનાવવા માટે તેઓએ ડ્રોનની મદદથી ખાસ શૂટ કર્યુ હતું. બહુ ખૂબસુરત અંદાજમાં તેને બીચ પર 'મેરી મી' લખીને અલાનાને ડાયમંડ રિગ પહેરાવી હતી. અલાનાએ આ પ્રપોજલને પોતાનું સ્વપન સાચુ સાબિત થવા સમાન ગણાવ્યુ હતું.સોશિયલ મીડિયા સેન્સેશન છે અલાયા-
તમને જણાવી દઈએ કે અલાના પાંડે (Alana Panday) સોશિયલ મીડિયા સેન્સેશન છે. આ વાત એ વાત પરથી કહી શકાય છે કે અવારનવાર તે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી રહે છે અને તે વીડિયો વાયુવેગે વાયરલ થાય છે. અલાયા પોતાના મંગેતર આઈવર મેક્ક્રે (Ivor McCray V) સાથે કોઝી પોઝ આપતી રહે છે. બંનેના ફોટા લોકો વચ્ચે છવાયેલા રહે છે.