પત્નીને છોડી ગર્લફ્રેન્ડ સાથે રહે છે આ અભિનેતા, લિવ ઈનમાં જ બની ગયો બાળકનો પિતા

બોલીવુડ કલાકારોમાં અવારનવાર તમે બ્રેકઅપ અને પેચઅપના કિસ્સા સાંભળ્યા હશે. આ બધે વચ્ચે એક એવા કલાકારની અમે વાત કરી રહ્યા છે જેણે પહેલા પોતાનાથી મોટી ઉંમરની મોડલ સાથે લગ્ન કર્યા અને 20 વર્ષ બાદ આ અભિનેતા તેનાથી 15 વર્ષ નાની યુવતી પર મોહિત થઈ ગયો. આ અભિનેતા ત્યારબાદ યુવતી સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો અને પછી થોડા સમયમાં તે તેની ગર્લફ્રેન્ડના બાળકનો પિતા પણ બની ગયો. 

પત્નીને છોડી ગર્લફ્રેન્ડ સાથે રહે છે આ અભિનેતા, લિવ ઈનમાં જ બની ગયો બાળકનો પિતા

Arjun Rampal Controversial Life: બોલીવુડ કલાકારોમાં અવારનવાર તમે બ્રેકઅપ અને પેચઅપના કિસ્સા સાંભળ્યા હશે. આ બધે વચ્ચે એક એવા કલાકારની અમે વાત કરી રહ્યા છે જેણે પહેલા પોતાનાથી મોટી ઉંમરની મોડલ સાથે લગ્ન કર્યા અને 20 વર્ષ બાદ આ અભિનેતા તેનાથી 15 વર્ષ નાની યુવતી પર મોહિત થઈ ગયો. આ અભિનેતા ત્યારબાદ યુવતી સાથે લિવ ઈનમાં રહેવા લાગ્યો અને પછી થોડા સમયમાં તે તેની ગર્લફ્રેન્ડના બાળકનો પિતા પણ બની ગયો. 

અહીં અમે બોલીવુડ અભિનેતા અર્જૂન રામપાલની વાત કરીએ છીએ. અર્જૂન રામપાલે ફિલ્મી કરિયરમાં ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે. ગણતરીની ફિલ્મો કરવા છતાં અર્જૂનને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. પરંતુ અર્જૂન તેની ફિલ્મો કરતા વધુ પ્રાઈવેટ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. અર્જૂન રામપાલે પોતાના લુક્સથી લાખો હસીનાઓને પાગલ કરી હતી. પરંતુ જ્યારે તે એક સફળ અભિનેતા તરીકે નામના મેળવી શક્યો નહીં તો તેણે પોતાનીથી ઉંમરમાં મોટી અને તે સમયની સુપર મોડલ તથા પૂર્વ મિસ ઈન્ડિયા મેહર જેસિયા સાથે ઘર વસાવી લીધુ હતું. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @rampal72

અભિનેતાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ બે પુત્રીઓના તેઓ માતા પિતા બન્યા માહિકા અને માયરા. લગ્નજીવન 20 વર્ષ ચાલ્યું અને ત્યારબાદ બંને છૂટા પડી ગયા. મેહર સાથે ડિવોર્સના સમાચારો વચ્ચે અર્જૂન રામપાલ દક્ષિણ આફ્રીકી મોડલ ગ્રેબિએલા ડિમેટ્રેડ્સના પ્રેમમાં પડ્યો. ત્યારબાદ બંનેએ લિવ ઈનમાં રહેવાનું શરૂ કરી દીધુ. થોડા સમય બાદ ગ્રેબિએલા અર્જૂનના  બાળકની માતા બની ગઈ જેનું નામ એરિક છે. ખાસ વાત એ છે કે આ બંનેએ હજુ લગ્ન કર્યા નથી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @rampal72

ગ્રેબિએલા સાથે રિલેશનશીપમાં આવ્યા બાદ અર્જૂન રામપાલ જાહેરમાં ખુબ ઓછો જોવા મળે છે. પરંતુ તે સોશિયલ મીડિયામાં ખુબ એક્ટિવ રહે છે. જો તમે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર ફેરવો તો અર્જૂન તેના બાળકોને કેટલો પ્રેમ કરે છે તે જોવા મળશે. અભિનેતા તેની પુત્રીઓ અને પુત્ર સાથે ફરતો જોવા મળે છે. અભિનેતાના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ધાકડમાં જોવા મળ્યો હતો. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ. ત્યારબાદ ફિલ્મ 'ધ બેટલ ઓફ ભીમા કોરેગાવ'માં જોવા મળશે. આ સાથે જ તે ફિલ્મ 'નાસ્તિક'નું પણ શૂટિંગ કરી રહ્યો છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news