અર્જુને છ મહિના સુધી ગર્લફ્રેન્ડની પ્રેગનન્સી સિક્રેટ રાખીને પછી કર્યો ધડાકો, પત્નીએ કહ્યું કે...
બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ હાલમાં ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલાની પ્રેગનન્સીના કારણે છે. હાલમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડની તસવીર શેયર કરીને તે ત્રીજી વખત પિતા બનવાનો છે એવા સમાચાર શેયર કર્યા છે. અર્જુનને તેની પત્ની મેહરથી બે દિકરીઓ માઇરા અને મિહિકા છે.
Trending Photos
મુંબઈ : બોલિવૂડ સ્ટાર અર્જુન રામપાલ હાલમાં ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલાની પ્રેગનન્સીના કારણે છે. હાલમાં તેણે પોતાની ગર્લફ્રેન્ડની તસવીર શેયર કરીને તે ત્રીજી વખત પિતા બનવાનો છે એવા સમાચાર શેયર કર્યા છે. અર્જુનને તેની પત્ની મેહરથી બે દિકરીઓ માઇરા અને મિહિકા છે. અર્જુન અને મેહરે વીસ વર્ષના લગ્નજીવન પછી અલગ થવાની જાહેરાત કરી હતી પણ તેમના હજી સત્તાવાર ડિવોર્સ નથી થયા અને અર્જુન ગર્લફ્રેન્ડ સાથે લિવ ઇનમાં રહે છે.
આ સમગ્ર ઘટનાક્રમમાં મોટો વળાંક છે કે અર્જુને તેની ગર્લફ્રેન્ડની પ્રેગનન્સીને છ મહિના સુધી સિક્રેટ રાખી હતી. આ વાતથી અર્જુનના નજીકના લોકો પણ માહિતગાર નહોતા. અર્જુનની પત્ની મહેરને તો આ વાતનો અણસાર પણ નહોતો. મહેરને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે આ સમાચારને બહુ હકારાત્મક રીતે લીધા હતા. મહેરે સ્પષ્ટતા કરી છે કે તેને આ સમાચારથી કોઈ ફરક નથી પડતો અને તે માત્ર પોતાની દીકરીઓને સારો ઉછેર આપવા ઇચ્છે છે.
બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઇફને કારણે વધારે ચર્ચામાં છે. થોડા સમય પહેલાં અર્જુને તેની પત્ની અને દીકરીઓને છોડીને ગર્લફ્રેન્ડ ગ્રેબિયાલા સાથે રિલેશનશીપમાં રહેવાનું શરૂ કરી દીધું હતું. ગ્રેબિયાલા આફ્રિકન મોડેલ છે અને તેના માટે અર્જુને પોતાની પ્રેમાળ પત્ની મહેર અને દીકરીઓ માયરા અને મિહિકાને રાતોરાત છોડી દીધી હતી. છેલ્લે અર્જુન પોતાની ગર્લફ્રેન્ડ સાથે લેકમે ફેશન વિક 2019માં જોવા મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે