Review: ભાવુક કરી દેશે આયુષ્માન ખુરાનાની 'આર્ટિકલ 15', બોક્સ ઓફિસ પર રહેશે હિટ
Trending Photos
નવી દિલ્હી: વર્ષ 2014માં ઉત્તર પ્રદેશના બદાયૂં તે સમયે સમાચારો છવાયેલું રહ્યું હતું જ્યારે બે છોકરીઓની લાશ ઝાડ પર લટકતી મળી હતી. 14 અને 15 વર્ષની બે સાવકી બહેનો 27 મે 2014ની રાત્રે પોતાના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં ચારેયતરફ ભય છવાઇ ગયો હતો જેના ઘરમાં છોકરીઓ હતી, તેમના મા-બાપની રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી. દેશના એક રાજ્યમાં થયેલી આ ઘટનાથી સરકાર સામે ઘણા પ્રશ્નો ઉભા કરી દીધા હતા. ક્રાઇમની આ રૂવાડાં ઉભા કરી દેનાર પ્રથમ સત્ય ઘટનાને ફિલ્મમાં ઢાળીને પડદા પર ઢાળીને મોટા પડદા પર લઇને આવ્યા છે ડાયરેક્ટર અનુભવ સિન્હા. રિલીઝ પહેલાં જ ફિલ્મે ખૂબ પ્રશંસા મેળવી લીધી હતી પરંતુ આજે રિલીઝ થયેલી આ ફિલ્મને જોવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પહેલાં જાણી લો તેની કહાની.
ફિલ્મની કહાની
ઉંચ-નીચ જાતિના નામ પર વર્ષોથી લોકો પર અત્યાચાર કરવામાં આવ્યા છે અને તેનું સૌથી મોટું નુકસાન સ્ત્રીઓને ભોગવવું પડ્યું છે. 'આર્ટિકલ 15'ની કહાની 2014માં બદાયૂં ગેંગરેપ પર આધારિત છે. દેશના સંવિધાનના 'આર્ટિકલ 15'માં સમાનતાનો અધિકાર લખવામાં તો આવ્યો છે પરંતુ આજદિન સુધી તે મળી શક્યો નથી. ફિલ્મ શરૂ થાય છે બે છોકરીઓના મર્ડર અને ગેંગરેપની તપાસનો દૌર. આયુષ્માન ખુરાના તેમાં આઇપીએસ અધિકારીની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. નાત-જાતના કુંડાળામાં ફસાયેલી વિચારસણીમાંથી કેવી રીતે એક પોલીસ ઓફિસર દરેક પ્રકારના પ્રયત્નો કરીને તેને ન્યાય અપાવે છે, તેના સ્ટ્રગલની વાર્તા છે ''આર્ટિકલ 15''.
આયુષ્માન ખુરાનાનું પાવરપેક પરફોર્મન્સ
એક્ટર આયુષ્માન ખુરાના પોતાની દરેક ફિલ્મ બાદ સાબિત કરી દે છે કે તેમનું ટેલેન્ટ હવે જજ ન કરી શકાય. કડક પોલીસ અધિકારીની ભૂમિકામાં આયુષ્માને જે બહાદુરી સાથે પાત્રને ન્યાય આપ્યો છે તે પ્રશંસાને પાત્ર છે. ફિલ્માં તેમની સાથે બાકીના બધાના પાત્રોએ પણ પોતાનું કામ સારી રીતે કર્યું છે. ફિલ્મનું મ્યૂઝિક અને ગીતો ખૂબ સૂદિંગ છે.
Let's be Indians: Firstly and Lastly
Presenting #Article15Trailerhttps://t.co/HQcLsngarZ #Article15 in cinemas on June 28th @anubhavsinha #ManojPahwa #IshaTalwar @sayanigupta @Mdzeeshanayyub #KumudMishra @ZeeStudios_ @ZeeMusicCompany pic.twitter.com/BIH9FSD4fF
— Ayushmann Khurrana (@ayushmannk) May 30, 2019
પહેલા દિવસે કરી શકે છે આટલા કરોડની કમાણી
અનુભવ સિન્હાના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મને ઝી સ્ટૂડિયો અને બનારસ મીડિયા વર્ક્સે પ્રોડ્યૂસ કરી છે. ફિલ્મને વર્લ્ડવાઇડ 2500 સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ વિશે ટ્રેડ પંડિતોનો અભિપ્રાય છે ફિલ્મ 5 થી 10 કરોડ વચ્ચે કલેક્શન કરી શકે છે. ફિલ્મને બોક્સ ઓફિસ પર સારો રિસ્પોન્સ મળ્તો આ 100 કરોડ ક્લબમાં સામેલ થશે. નહીતર આ 40 કરોડ સુધીનો બિઝનેસ કરી શકે છે. 30 કરોડના બજેટમાં બનેલી 'આર્ટિકલ 15' આયુષ્માન ખુરાના લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમાં તેમના ઉપરાંત ઇશા તલવાર, એમ નાસ્સર, મનોજ પહવા, સયાની ગુપ્તા, કુમુદ મિશ્રા અને મોહમંદ જીશાન અયૂબ પણ સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે