જો 'બાહુબલી'ની શિવગામીના હો ચાહક તો આ સમાચાર વાંચીને થઈ જશો ખુશખુશાલ

ફિલ્મમાં શિવગામીના પાત્રને બહુ મજબૂત દર્શાવવામાં આવ્યું હતું

જો 'બાહુબલી'ની શિવગામીના હો ચાહક તો આ સમાચાર વાંચીને થઈ જશો ખુશખુશાલ

મુંબઈ : ડિરેક્ટર રાજામૌલી દ્વારા બનાવવામાં આવેલી બાહુબલી સિરિઝનો બીજો ભાગ જ્યારથી રિલીઝ થયો છે ત્યારથી એની પ્રિક્વલની ચર્ચા ચાલી રહી છે. મળતી માહિતી પ્રમાણે બાહુબલી સિરિઝના મહત્વના પાત્ર શિવગામીના જીવન પરથી વેબ સિરિઝ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે આ સિરિઝ માટે ફિલ્મ ‘પ્રસ્થાનમ’ના ડિરેક્ટર દેવા કટ્ટાએ રાજામૌલી સાથે ‘ધ રાઇઝ ઓફ શિવગામી’ સાથે હાથ મેળવ્યા છે. 

મીડિયામાં આવી રહેલા સમાચાર પ્રમાણે દેવ કટ્ટા હવે રાજામૌલી સાથે બાહુબલી સિરિઝ સાથે આ પ્રિક્વલને ડિરેક્ટ કરશે. આ પ્રિક્વલને થિયેટરમાં નહીં પણ ઓનલાઇન સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. દેવ કટ્ટા આ વેબ સિરિઝની સાથેસાથે સંજય દત્ત સાથે ‘પ્રસ્થાનમ’ની રિમેક બનાવી રહ્યા છે. આ ફિલ્મને સંજય દત્ત પોતાના પ્રોડક્શન હાઉસ અંતર્ગત પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં સંજય દત્તની સાથેસાથે જેકી શ્રોફ, અલી ફઝલ તેમજ અમાઇરા દસ્તુર જેવા કલાકારો પણ જોવા મળશે. 

હાલમાં ‘પ્રસ્થાનમ’ની રિમેકનું શૂટિંગ લખનૌમાં ચાલી રહ્યું છે અને એના મોટા ભાગના હિસ્સા શૂટ કરી લેવામાં આવ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news