Bigg Boss 13: પ્રીમિયર પહેલા Leak થયો કંટેસ્ટન્ટનો VIDEO
આજે રાત્રે સલમાનખાન (Salman Khan)ના મોસ્ટ પોપ્યુલર શો બિગબોસ (Bigg Boss)ની 13મી સિઝનની શરૂઆત થવા જઇ રહી છે.
Trending Photos
નવી દિલ્હી: આજે રાત્રે સલમાનખાનના મોસ્ટ પોલ્યુલર શો ‘બિગબોસ’ની 13મી સિઝનની શરૂઆત થવા જઇ રહી છે. પરંતુ આ ગ્રેડ પ્રીમીયર પહેલા જ તેના વીડિયો સોશિયલ મીડિયા પર Leak થઇ ગયા છે. આ વીડિયો કંન્ટેસ્ટન્ટની એન્ટ્રીના છે. જે અત્યારે સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.
‘બિગ બોસ 13’ની ગ્રાન્ડ શરૂઆત થવાને માત્ર હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે, ત્યારે શોના ટેલિકાસ્ટ પહેલા શોના થોડા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જોઇએ આ વીડિયો....
Devoleena, Siddharth, Paras and Rashmi ! #BiggBoss13 #BB13
— The Khabri (@TheKhbri) September 28, 2019
આ વાયરલ વીડિયોમાં આપણે રશ્મિ દેસાઇ, દેવોલીના ભટ્ટાચાર્ય અને સિદ્ધાર્થ શુક્લાની જોરદાર પરફોર્મસ જોવા મળી રહી છે. આ વીડિયોમાં કંટેસ્ટન્ટની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે.
આ સાથે જ ટીવી શો ‘ સાથ નિભાના સાથિયા’ ફેમ એક્ટ્રસ દોવલિના અને એક્ટર સિદ્ધાર્થ શુક્લાની પણ ઝલક જોવા મળી રહી છે. વીડિયો જોઇને લાગી રહ્યું છે, કે આ કલાકારો બિગબોસમાં એન્ટ્રી લેવા જઇ રહેલા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે