સવર્ણ આંદોલન: જો સરકાર રાત સુધીમાં જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલનની બાંભણીયાની ચિમકી

બિન અનામત સંકલન સમિતિ દબાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. બપોરે વાતચીત બેઠક અથવા નિર્ણય જણાવવામાં આવશે. સરકાર સાથે મીટિંગ થયા બાદ થી માત્ર ગઈ કાલથી વાયદા કરવામાં આવી ર્હાય છે. જે લોકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમને જવાબ આપ્યા નથી. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સરકાર બંન્ને સમુદાયને લોલીપોપ આપીને હાલ આંદોલન સમેટિ લેવાનાં મુડમાં છે.
સવર્ણ આંદોલન: જો સરકાર રાત સુધીમાં જવાબ નહી આપે તો ઉગ્ર આંદોલનની બાંભણીયાની ચિમકી

અમદાવાદ : બિન અનામત સંકલન સમિતિ દબાર મહત્વના સમાચાર આવી રહ્યા છે. બપોરે વાતચીત બેઠક અથવા નિર્ણય જણાવવામાં આવશે. સરકાર સાથે મીટિંગ થયા બાદ થી માત્ર ગઈ કાલથી વાયદા કરવામાં આવી ર્હાય છે. જે લોકોએ વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમને જવાબ આપ્યા નથી. દિનેશ બાંભણીયાએ કહ્યું કે, સરકાર બંન્ને સમુદાયને લોલીપોપ આપીને હાલ આંદોલન સમેટિ લેવાનાં મુડમાં છે.

એક વસ્તુ થઈ રહી છે તેમાં લોલીપોપ આપી ચાવની માંથી ઉભા કરવા અમુક લોકોને ઓર્ડર આપી દેવામાં આવે અને આંદોલન ને ખતમ કરી દેવામાં આવે અને ઠરાવ અંગે કોઈ પણ સ્પષ્ટતા કરી વગર બે મહિના સુધી પ્રક્રિયાને અટકાવી આંદોલનને વિખેરવાના પ્રયાસ સરકાર કરી રહી છે અને આવી કોઈ જાહેરાત અમને જાણ કરી વગર કરવામાં આવશે તો અમે ચલાવશું નહિ. સરકાર દ્વારા અન્યાય કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વધુમાં બાંભણીયાએ જણાવ્યું કે, તમામને જાણ કરીએ છીએ કે 2017 માં લેવાયેલી પરીક્ષામાં નોટિફિકેશન બહાર પડ્યું જેમાં મુદ્દો 25 ews મહિલા અનામતને લાભ મળે તેને હાલ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યું. અન્યાય કરવાનું ષડયંત્ર ચાલ્યું આવી રહ્યું છે. બિન અનામત વર્ગના લોકો સાથે સીએમ જાણવા છતાં અન્યાય કરવા જઈ રહ્યા છે. અને જો તેમ ન હોય તો બેસીને વાતચીત કેમ નથી કરતા.

આ પરીક્ષામાં 1.8.2018 નો નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું, તેમાં પણ બિન અનામતની દીકરીને અન્યાય થશે તેમ લાગી રહ્યું છે. આ નિર્ણય સામે પક્ષે પણ લાગુ પડશે. સરકાર કોઈ સ્પષ્ટતા નહિ કરે તેવું અમારું માનવું છે. હાલ સરકારનો ઉદ્દેશ છે તે છાવણીમાંથી ઉભા કરવાનો છે. અમે દરેક મુદા સામે લાવીશું. Tat ની પરીક્ષામાં અન્યાય કેમ તેનો પણ જવાબ માંગીશુ. શાંત સ્વભાવના લોકોની પરીક્ષા ન લો. સાંજ સુધી માં 7 થી 8 માં જવાબ મળવો જોઈએ કે વેટ કરશો કે નહીં. લટકાવવા માંગો છો કે કેમ તેનો જવાબ સરકાર આપે. લેટર સામાન્ય વર્ગની મહિલાને લેટર કેમ અપાયા નથી. સીએમ રાજનીટી કરી રહ્યા છે અને અમારી સાથે દગો થશે તો કઈ ચલાવી નહિ લઈએ.

શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને
અમે કોર્ટમાં છીએ અમે પરિપત્ર વિરુદ્ધ નથી. પરિપત્ર કે સિસ્ટમ સામે રજુઆત કરેલી છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમને 28 જાન્યુઆરીએ રજુઆત કરી છે. બિન અનામંત વર્ગ સફર થઈ રહ્યો છે. સરકાર રાજકીય ઓથ હેઠળ બધું કરી રહી છે. રાજકારણ થઈ રહ્યું છે. જ્યુડિશિયલ મેતે હોવા છતાં કેમ જાહેરાત કરી તે શંકા ઉપજાવે છે. રાત સુધી બોલાવે વેટ કરે નકર આનું પરિણામ બીજેપી ની સરકારે વોટબેંકને ભોગવવી પડશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news