Big Boss 16: બિગ બોસ-16માં પહોંચ્યો આ રેપર, સલમાન ખાને કહ્યું- '12 વર્ષમાં આવી આઇટમ પહેલીવાર જોઈ'

સલમાન ખાન છેલ્લા ઘણા વર્ષોથી બિગ બોસને હોસ્ટ કરે છે. નોંધનીય છે કે સીઝન 16 માટે હજુ સુધી એક કન્ટેસ્ટન્ટનું નામ ફાઇનલ થયું છે પરંતુ બીજીતરફ કેટલાક અન્ય કન્ટેસ્ટન્ટનો પ્રોમો સામે આવ્યો છે. 

Big Boss 16: બિગ બોસ-16માં પહોંચ્યો આ રેપર, સલમાન ખાને કહ્યું- '12 વર્ષમાં આવી આઇટમ પહેલીવાર જોઈ'

મુંબઈઃ બિગ બોસ 16 (Bigg Boss 16) ની શરૂઆત થવામાં ગણતરીનો સમય બાકી છે. તેવામાં એક તરફ એન્સ એકસાઇટિડ છે તો બીજીતરફ કલર્સ કન્ટેસ્ટન્ટ ના નાના-નાના પ્રોમો રિલીઝ કરી રહ્યું છે, જે દર્શકોને પસંદ આવી રહ્યાં છે. અભિનેતા સલમાન ખાન (Salman Khan) છેલ્લા ઘણા વર્ષથી બિગ બોસને હોસ્ટ કરતો આવે છે. નોંધનીય છે કે અત્યાર સુધી માત્ર એક કન્ટેસ્ટન્ટનું નામ ફાઇનલ થયું છે પરંતુ બીજા અન્ય કન્ટેસ્ટન્ટનો પ્રોમો સામે આવ્યો છે, જેનો ચહેરો જોવા મળી રહ્યો નથી. 

શું છે પ્રોમો
પ્રોમોમાં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાનને મળીને પહેલા મેક સ્ટેન પોતાના વિશે વાત કરે છે અને તેની વાત સાંભળી સલમાન કહે છે- હું બિગ બોસની 12 સીઝન હોસ્ટ કરી ચુક્યો છું, પરંતુ આવી આઈટમ પ્રથમવાર આવી છે અહીં પર.. પ્રોમોમાં મેક સ્ટેન હંમેશાની જેમ ખુબ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહ્યો છે અને કુલ અંદાજમાં સલમાન ખાન સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)

કોણ છે કન્ટેન્સ્ટન્ટ
મહત્વનું છે કે હજુ સુધી સત્તાવાર રીતે બિગ બોસ 16ના કન્ટેન્સ્ટન્ટ ની જાહેરાત થઈ નથી, પરંતુ શોના પ્રેસ કોન્સફરન્સમાં સલમાન ખાને અબ્બુ રોઝિકનું નામ લીધુ હતું. તો બીજીતરફ કેટલાક પ્રોમો સામે આવી ચુક્યા છે, જેના માધ્યમથી ઘણા નામો પર મહોર લાગી ગઈ છે. એક પ્રોમોથી નિમૃત કૌર અહલુવાલિયા, તો બીજા ત્રોમોથી ગોરી નાગૌરી અને ત્રીજાથી મૈક સ્ટેનનું નામ સામે આવી રહ્યું છે. આ સિવાય પ્રિયંકા ચાહર ચૌધરી અને અંકિત ગુપ્તાનું નામ પણ લિસ્ટમાં છે. 

થોડા સમયમાં થશે બિગ બોસ 16નો પ્રારંભ
ઉલ્લેખનીય છે કે બિગ બોસ 16, ઓક્ટોબરનીની શરૂઆતથી ટીવી પર આવશે. એક અને બે ઓક્ટોબરે બિગ બોસ 16નું ગ્રાન્ડ પ્રીમિયર હશે. ઘરવાળા બિગ બોસના ઘરમાં 105 દિવસ સુધી કેદ રહેશે. વાત શોના સમયની કરીએ તો શો 10 કલાકે કલર્સ પર ટેલીકાસ્ટ થશે. તો આ સીઝન વીકેન્ડ શનિ-રવિ નહીં પરંતુ શુક્ર શનિ હશે. વીકેન્ડમાં એપિસોડનું પ્રસારણ રાત્રે 9.30 કલાકે થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news