હવે આવી રહી છે જબરદસ્ત જીવન જીવનાર હિરોઇનની બાયોપિક

બોલિવૂડમાં બાયોપિક બનાવવાનો ક્રેઝ શરૂ થયો છે

Updated: Jul 12, 2018, 02:37 PM IST
હવે આવી રહી છે જબરદસ્ત જીવન જીવનાર હિરોઇનની બાયોપિક

મુંબઈ : બોલિવૂડમાં બાયોપિક બનાવવાનો ક્રેઝ શરૂ થયો છે. હાલમાં લેટેસ્ટ ચર્ચા છે ફિલ્મજગતની સદાબહાર એક્ટ્રેસ મધુબાલાની બાયોપિકની. મધબાલાની બહેન મધુર બ્રિજે પોતાની બહેન પર બનનારી ફિલ્મના રાઇટ્સ એક પ્રોડ્યુસર અને ડિરેક્ટરને આપી દીધા છે. જોકે, મધુબાલા પર કોણ ફિલ્મ બનાવશે એ વાતની હજી જાહેરાત નથી કરવામાં આવી. છેલ્લા કેટલાક સમયથી મધુબાલાને લગતી ફિલ્મની ચર્ચા હતી પણ હવે આખરે આ વાત પર પુર્ણવિરામ મુકાઈ ગયું છે. 

મધુબાલાનું જીવન અનેક વળાંકોથી ભરપુર હતું. તેણે પોતાનો શાનદાર અભિનયથી બોલિવૂડમાં પોતાના માટે એક ખાસ જગ્યા બનાવી હતી. મધુબાલાના નિધન તેના જીવન પરથી ફિલ્મ બનાવવા માટે બહેન મધુરને હોલિવૂડના ટોચના ડિરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સની ઓફર મળતી હતી. જોકે, બહેન મધુર તેના માટે તૈયાર નહોતી થઈ. હવે આખરે આ મામલાનો અંત આવી ગયો છે.  

મધુરે આખા બોલિવૂડને વિનંતી કરી છે કે તેની પરવાનગી વગર મધુબાલાના જીવન પર ફિલ્મ ન બનાવવામાં આવે. જોકે હવે આ રોલ માટે કઈ હિરોઇનની પસંદગી થશે એ જાણવાનું રસપ્રદ સાબિત થશે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...