લોકડાઉનમાં કરોડો લોકોનો મસીહા બનનાર એક્ટર સોનુ સૂદને થયો કોરોના

કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બની સામે આવેલા એક્ટર સોનુ સૂદ કોરોના સંક્રમિત થયો છે. સોનુ સૂદે ટ્વીટ કરી તેના કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ફેન્સને આપી છે

Updated By: Apr 17, 2021, 02:19 PM IST
લોકડાઉનમાં કરોડો લોકોનો મસીહા બનનાર એક્ટર સોનુ સૂદને થયો કોરોના

નવી દિલ્હી: કોરોના કાળમાં જરૂરિયાતમંદો માટે મસીહા બની સામે આવેલા એક્ટર સોનુ સૂદ કોરોના સંક્રમિત થયો છે. સોનુ સૂદે ટ્વીટ કરી તેના કોવિડ પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ફેન્સને આપી છે. તેણે જણાવ્યું કે, તેણે તમામ સાવધાની વર્તવાની સાથે પોતાને કોરોન્ટાઈન કર્યો છે.

સોનુ સૂદે ટ્વીટ કરી જણાવ્યું
સોનુ સૂદે ટ્વીટમાં લખ્યું- હું તમામ લોકોને જણાવવા ઈચ્છું છું કે આજે સવારે મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. હું સાવધાનીની સાથે પોતાને કોરોન્ટાઈન કર્યો છે અને પોતાનું ધ્યાન રાખી રહ્યો છું. પરંતુ ચિંતા ના કરતા તેનાથી મને તમારી મદદ કરવા માટે વધુ સમય મળી ગયો છે. યાદ રાખો હું હંમેશા તમારી સાથે છું.

સોનુએ આ વાતની જાણકારી આપતા તેના મેસેજની શરૂઆતમાં લખ્યું- કોવિડ પોઝિટિવ. મૂડ અને જોશ- સુપર પોઝિટિવ. તેનાથી સ્પષ્ટ છે કે સોનુ સૂદ આઝે પણ લોકોની મદદ કરવા ઉભો છે અને હાર નથી માની રહ્યો. આ તેના ફેન્સ અને અન્ય દેશવાસીઓ માટે પ્રેરણા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube