9 વર્ષ બાદ બોલિવૂડમાં હેન્ડસમ સ્ટારનું કમબેક, નામ જાણીને રણબીર અને વરૂણના ઉડી જશે હોંશ

એક સમયે આ એક્ટર સુપરમોડેલ તરીકે જાણીતો હતો

9 વર્ષ બાદ બોલિવૂડમાં હેન્ડસમ સ્ટારનું કમબેક, નામ જાણીને રણબીર અને વરૂણના ઉડી જશે હોંશ

મુંબઈ : બોલિવૂડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક તરફ સ્ટારકિડ્સના ડેબ્યુનો સિલસિલો ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ અનેક જુના કલાકા કમબેક પણ કરી રહ્યા છે. બોબી દેઓલ, માધુરી દીક્ષિત, રાની મુખરજી અને કાજોલ જેવા સ્ટાર્સની યાદીમાં હવે ડિનો મોરિયાનું નામ જોડાઈ ગયું છે. ડિનોએ હાલમાં હિન્દુસ્તાન ટાઇમ્સ સાથે વાત કરતી વખતે કન્ફર્મ કર્યું કે તે 9 વર્ષ પછી બોલિવૂડમાં કમબેક કરવાની તૈયારી કરી રહ્યો છે. 

ડિનોએ જણાવ્યું છે કે મેં જે સમયે એક્ટિંગમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો હતો એ સમયે પણ મને અનેક ઓફર્સ મળી રહી હતી પણ એને સાઇન કરવાનો કોઈ મતલબ નહોતો કારણ કે હું પોતે જ એના માટે ઉત્સાહી નહોતો. જોકે હાલમાં બોલિવૂડ જે રીતની ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યું છે એ જોઈને મારામાં ઉત્સાહનો સંચાર થયો છે. મેં 1999માં પ્યાર મેં કભી કભીથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. મારી આ ફિલ્મ લોકોને પસંદ પડી હતી પણ પછી મારી કેટલીક ફિલ્મો ન ચાલી એટલે લોકોએ મને ખરાબ એક્ટરનું બિરૂદ આપી દીધું. આ કારણે મેં સારી ઓફર મળે ત્યાં સુધી રોકાઈ જવાનું પસંદ કર્યું. 

ડિનોનું આ નિવેદન બોલિવૂડની કાળી હકીકત દર્શાવે છે. બોલિવૂડમાં સારો એક્ટર એ જ ગણાય છે જે હિટ ફિલ્મ આપે છે. હિરોની ફિલ્મ ફ્લોપ જતા તેને ખરાબ ગણવામાં આવે છે. બોબી દેઓલ આ વાતનું સારામાં સારું ઉદાહરણ છે. તે 90ના દાયકાનો હિટ એક્ટર હતો પણ 2000 પછી ફ્લોપ ગણાવા લાગ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news