રાજ્ય સરકારના કર્મચારીઓને થશે મોટો ફાયદો, નીતીન પટેલે કરી આ જાહેરાત 

ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને રાહત આપનવામાં આવી છે. મોધવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેથી કર્માચારીઓને મોટો ફાયદો થશે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત આગામી લોકસભાની ચંટણીને લઇને સરકારી કર્મચારીઓના મત મેળવવા માટે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

રાજ્ય સરકારના કર્મચારીઓને થશે મોટો ફાયદો, નીતીન પટેલે કરી આ જાહેરાત 

હિતલ પારેખ/ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને રાહત આપવામાં આવી છે. મોઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી કર્માચારીઓને મોટો ફાયદો થશે. રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ પ્રકારની જાહેરાત આગામી લોકસભાની ચંટણીને લઇને સરકારી કર્મચારીઓના મત મેળવવા માટે કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. 

નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે, સરકાર હસ્તકના,પંચાયત હસ્તકના અને અન્ય કર્મચારીઓ સાથે રાજ્યના પેંશનર કર્મચારી.   9 લાખ વર્તમાન કર્મચારીઓ ને 1 /7/18થી ફેબ્રુઆરીથી અમલમાં આવે તે રીતે 2% વધારે ભથ્થું ચૂકવવામાં આવશે.

આ જાહેરાતથી સરકાર પર વાર્ષિક 771 કરોડનો બોજો પડશે. નાયબ મુખ્યમંત્રી મૂજબ હમણાં થયેલા સર્વે મુજબ છેલ્લા 45 વર્ષમાં બેરોજગારી મુદ્દે ગુજરાતમાં વિવિધ કેમ્પસમાં, યુનિવર્સિટીમાં, અને સંસ્થાઓમાંથી મોટી કંપનીઓ સ્થળ પર જઈ જોબ આપતા હોઇ રાજ્યમાં પરિસ્થિતિ સારી છે.

ગુજરાતના મતદારોનો આંકડો 4 કરોડ 47 લાખને પાર

અલ્પેશ ઠાકોર વિશે નીતીન પટેલને પૂછતા તેમણે કહ્યું કે, અલ્પેશ કેમ મુખ્યમંત્રીને મળ્યા મને ખબર નથી. ધારાસભ્ય હોવાથી તે મુખ્યમંત્રીને મળી શકે છે.  કોઈ કામ અટક્યું હોય, નવી માગણી હોય, તો તે સરકાર પાસે રજૂઆત કરી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news