દેશમાં ચર્ચિત ડ્રગ્સ કેસમાં આર્યન ખાનને ક્લિનચીટ, NCBની ચાર્જશીટમાં SRKના દીકરાનું નામ નહી
બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી.
Trending Photos
મુંબઈ: દેશમાં ચર્ચિત ડ્રગ્સ કેસમાં આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ડ્રગ્સ કેસમાં કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને ક્લિનચીટ મળી છે. મળતી માહિતી પ્રમાણે, પુરાવાના અભાવે આર્યન ખાનને ક્લિન ચીટ આપવામાં આવી છે. ડ્રગ્સ કેસમાં NCBની ચાર્જચીટમાં 14 લોકોના નામ હતા. બોલિવૂડના કિંગ ખાનના પુત્ર આર્યન ખાનને મુંબઈના ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કોર્ટમાંથી ક્લીનચીટ મળી છે. નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB) એ શુક્રવારે NDPS કોર્ટમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યન ખાનનું નામ સામેલ નથી.
મળતી માહિતી પ્રમાણે, 2 ઓક્ટોબરે NCB દ્વારા ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં આર્યન ખાન સહિત કુલ 19 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થળ પરથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ અલગ-અલગ સમયે જામીન પર બહાર આવ્યા હતા. એક આરોપી હાલ જેલમાં છે. તમને જણાવી દઈએ કે, આ કેસમાં આર્યન ખાનને ત્રણ અઠવાડિયાથી વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે