Confirm : 'બાગી 3'માં જોવા મળશે આ અભિનેત્રી, ટાઇગર સાથે ફરી બનશે જોડી

બાગી 3 (baaghi 3) માં ટાઇગર શ્રોફ (tiger shroff) સાથે લીડ રોલમાં કઇ અભિનેત્રી હશે? ચર્ચાઓનો અંત આવ્યો છે. અગાઉની ફિલ્મમાં દિશા પટની (disha patani) સાથે જોડી બનાવનાર ટાઇગર શ્રોફ આ વખતે શ્રધ્ધા કપૂર (shraddha kapoor) સાથે દેખાશે

Dhaval Gokani Dhaval Gokani | Updated: Feb 12, 2019, 03:16 PM IST
Confirm : 'બાગી 3'માં જોવા મળશે આ અભિનેત્રી, ટાઇગર સાથે ફરી બનશે જોડી

નવી દિલ્હીઃ બોલીવુડના મહેનતુ અને પ્રતિભાશાળી નવોદિતમાં સામેલ અભિનેતા ટાઇગર શ્રોફની બાગી સિરીઝની ત્રીજી ફિલ્મ આગામી વર્ષે રિલીઝ થવાની છે. આ ફિલ્મના પહેલા પોસ્ટર સાથે રિલીઝ ડેટનો ખુલાસો પણ થોડા દિવસ પહેલા કરવામાં આવ્યો હતો. ટાઇગરની સાથે લીડ રોલમાં અભિનેત્રી કોણ હશે તે વાત પણ સામે આવી ગઈ છે. આ વખત બાગી 3માં ટાઇગરની સાથે દિશા પટની નહીં પરંતુ સિરીઝની પ્રથમ ફિલ્મની અભિનેત્રી શ્રદ્ધા કપૂરની વાપસી થઈ છે. 

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ વાતની ખાતરી કરતા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ડ પર આ વાતની જાણકારી આપી છે. 

ફિલ્મમેકર બાગી 2ની શાનદાર સફળતા બાદ ફેન્સ માટે એક્શન ધમાકા બાગી 3ને લઈને આવી રહ્યાં છે. ફિલ્મના પહેલા પોસ્ટર ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ અને ટાઇગર શ્રોફે સૌથી પહેલા શેર કરીને જાણકારી આપી હતી. ફોક્સ સ્ટાર સ્ટૂડિયો સાજિદ નાડિયાવાલા અને ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે આવી ગયા છે. 

આ દિવસે થશે રિલીઝ
ફિલ્મના પહેલા પોસ્ટર સાથે તેની રિલીઝ ડેટ પણ જણાવવામાં આવી છે. આ ફિલ્મ 2020માં સામે આવશે. પ્રોડક્શનની ટીમ 6 માર્ચ 2020ના આ ફિલ્મને રિલીઝ કરવાની તૈયારીમાં છે.