માત્ર 20 મિનિટમાં વેચાઈ ગયું દીપિકાનું મેટરનિટી યલો ગાઉન, કિંમત સાંભળીને હોંશ ઉડી જશે
Deepika Padukone : પ્રેગનેન્ટ દીપિકા પાદુકોણે હાલમાં જ એક ઈવેન્ટમાં પહેરેલુ શાનદાર યલો કલરનું ગાઉન ચેરિટી માટે હરાજીમાં મૂકાયુ હતું, તે કેટલામાં વેચાયુ તેની માહિતી ખુદ દિપીકાએ ઈન્સ્ટાગ્રામ પર આપી
Trending Photos
Deepika Padukone yellow gown : બોલિવુડ મસ્તાની દીપિકા પાદુકોણ પોતાની પ્રેગનેન્સીના દિવસો એન્જોય કરી રહી છે. હાલમાં જ દીપિકા મુંબઈમાં એક ઈવેન્ટમાં સામેલ થઈ હતી. જેમાં તેણે સુંદર યલો કલરનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉનમાં તેનું બેબી બમ્પ સ્પષ્ટ નજર આવ્યું હતુ. ત્યારે હવે આ ગાઉનને લઈને મોટા અપડેટ સામે આવ્યા છે. કહેવાય છે કે, આ સુંદર ગાઉનની હરાજી કરવામા આવી છે.
દીપિકાના ગાઉનની હરાજી
મોમ ટુ બી દીપિકા પાદુકોણે શુક્રવારે પોતાની 82°E નામની બ્યૂટી બ્રાન્ડ દ્વારા આયોજિત એક ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ હતી. આ પ્રસંગે તેણે યલો કલરનું ગાઉન પહેર્યું હતું. જેમા તેના ચહેરા પર પ્રેગનેન્સી ગ્લો ઝળકી રહ્યો હતો. તેના આ લુકની ચર્ચા ચારેકોર થઈ રહી હતી. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી.
હવે ખબર છે કે, દીપિકા પાદુકોણે આ ગાઉનની હરાજી કરી છે. ખુદ દીપિકાએ ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું કે, ફ્રોશ ઓફ ધ રેક, આના પર કોનો હાથ છે. હંમેશની જેમ આય @tlllfoundation ની પહેલને સપોર્ટ કરે છે. ચેરિટી માટે ફ્રેશ ઓફ ધ રેકની પહેલને હરાજીમાં રાખ્યો છે.
કેટલામાં વેચાયુ ગાઉન
એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર લિંક શેર કરતા જણાવ્યું કે, આ ગાઉન 34 હજારમાં વેચાયું છે. દીપિકા ગાઉનના રૂપિયાને ડોનેટ કરવાની છે.
સપ્ટેમ્બરમાં બનશે માતા
દીપિકા પાદુકોણ આ વર્ષે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપશે. જોકે, હજી સુધી તારીખની જાહેરાત નથી કરાઈ, પરંતુ હાલ આ માહોલથી પાદુકોણ અને ભવનાની પરિવાર બહુ જ ખુશ છે. દરેક કોઈ બાળકની આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે