દિશા પટનીએ શેર કર્યો વર્કઆઉટ Video, ફેન્સ બોલ્યા- 'ટાઇગરની અસર છે'

દિશાએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું કે, દિવસની શરૂઆત આવી જ કિક એસ થવી જોઈએ. દિશાએ આ વીડિયો પોસ્ટ કરતા યૂઝરોએ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. 

દિશા પટનીએ શેર કર્યો વર્કઆઉટ Video, ફેન્સ બોલ્યા- 'ટાઇગરની અસર છે'

નવી દિલ્હીઃ બોલીવુડમાં એમએસ ધોનીની બાયોપિકથી એન્ટ્રી કરનારી અભિનેત્રી દિશા પટની સતત ચર્ચામાં રહે છે. દિશા જેટલી સુંદર છે તેનાથી વધુ તે પોતાની ફિટનેસનું ધ્યાન રાખે છે. દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ફિટનેસ ટ્રેનિંગનો વીડિયો શેર કર્યો છે, જેને જોઈને યૂઝરોએ ફની કોમેન્ટ કરી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહેનારી દિશા થોડા સમયથી ટાઇગર શ્રોફ સાથે બ્રેકઅપને લઈને ચર્ચામાં છવાયેલી છે. 

દિશાએ પોતાના વીડિયોને શેર કરતા લખ્યું કે, દિવસની શરૂઆત આવી જ કિક એસ થવી જોઈએ. દિશાએ આ વીડિયો પોસ્ટ કરતા યૂઝરોએ કોમેન્ટ કરવાની શરૂ કરી દીધી હતી. એક ફેને લખ્યું કે ટાઇગર શ્રોફની સંગતનો કમાલ છે તો એક યૂઝરે લખ્યું કે, વન્ડર ગર્લ. 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

મહત્નવું છે કે ટાઇગર શ્રોફ અને દિશા પટનીએ છોડા દિવસ પહેલા બ્રેકઅપ કર્યું હતું. ત્યારબાદ ટાઇગર શ્રોફે પ્રથમવાર દિશાની સાથે ડેટિંગને લઈને ખુલીને વાત કરી હતી. ટાઇગર સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર ઘણો એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સને અપડેટ આપતો રહે છે. ટાઇગરે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટેટ્સમાં ઘણા લોકોના સવાલોનો જવાબ આપ્યો જેમાં એક યૂઝરે સવાલ કર્યો હતો કે શું તે દિશાને ડેટ કરી રહ્યો છે? તેના જવાબમાં ટાઇગરે લખ્યું, મારી ઓકાત નથી ભાઈ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news