તારક મેહતા શોના દયાબેન બીજી વખત બન્યા માતા, દિશા વાકાણીએ પુત્રને આપ્યો જન્મ
Disha Vakani Blessed with Baby Boy: તારક મેહતા શોમાં દયાબેનનું પાત્ર ભજવી ઘર-ઘરમાં જાણીતા બનેલા દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દયાબેનનું પાત્ર ભજવી જાણીતા બનેલા દિશા વાકાણી બીજીવાર માતા બન્યા છે. દિશા વાકાણીએ પુત્રને જન્મ આપ્યો છે. આ સમાચારની પુષ્ટિ તેમના ભાઈ મયૂર વાકાણીએ કરી છે. મયૂર વાકાણી મામા બની ગયા છે અને તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે.
તારક મેહતા શોમાં સુંદરલાલના પાત્રમાં જોવા મળતા મયૂર વાકાણીને પણ લોકો ખુબ પસંદ કરે છે. મયૂર વાકાણી સ્ક્રીન પર દયાબેનના ભાઈની ભૂમિકામાં જોવા મળે છે પરંતુ તે રિયલ લાઇફમાં દિશા વાકાણીનો સગો ભાઈ છે. મયૂર બીજીવાર મામા બન્યા બાદ ખુબ ખુશ છે. ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા મયૂરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તેમના પ્રમાણે- 2017માં દિશાએ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે તે બીજીવાર માતા બની છે અને હું મામા. જેનાથી પરિવારજનોમાં ખુશીની લહેર છે.
તારક મેહતા શોમાં દયાબેનની ભૂમિકામાં જોવા મળતા દિશા વાકાણીએ 2017માં મેટરનિટી લીવ લીધી હતી. ત્યારબાદ તે શોમાં પરત ફર્યા નથી. તો શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યુ હતુ કે આ વર્ષે દયાબેનના પાત્રની વાપસી થઈ જશે. પરંતુ તેમણે તે જણાવ્યું નથી કે આ પાત્ર માટે દિશા વાકાણી વાપસી કરશે કે કોઈ અન્ય આ ભૂમિકામાં જોવા મળશે. હવે દિશા વાકાણીના બીજીવાર માતા બનવાના સમાચાર સામે આવતા નક્કી થઈ ગયું કે તે શોમાં પરત ફરવાના નથી. હવે તેમની જગ્યાએ દયાબેનની ભૂમિકામાં અન્ય કોઈ જોવા મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે