શાહરૂખની બર્થડે પાર્ટીના રંગમાં પડ્યો ભંગ, અધવચ્ચે આવી પહોંચી મુંબઈ પોલીસ, પછી જે થયું તે....

શુક્રવારે મોડી રાત સુધી શાહરૂખ ખાન પોતાના ફ્રેન્ડ્સ સાથે લાઉડ મ્યૂઝિયકમાં પોતાની બર્થડે પાર્ટી એન્જોય કરી રહ્યો હતો, ત્યારે જ મુંબઈ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સૌથી પહેલા મ્યૂઝિક બંધ કરાવ્યું હતું. 

શાહરૂખની બર્થડે પાર્ટીના રંગમાં પડ્યો ભંગ, અધવચ્ચે આવી પહોંચી મુંબઈ પોલીસ, પછી જે થયું તે....

મુંબઈ (અમિત રામસે) : બોલિવુડના બાદશાહ શાહરૂખ ખાને પોતાના 53મા જન્મદિન પર મુંબઈના બાન્દ્રામાં સ્થિત એક નાઈટ ક્લબ રેસ્ટોરન્ટ ‘અર્થ’માં કેટલાક ફ્રેન્ડ્સ સાથે મોડી રાત સુધી પાર્ટી કરી હતી. જોકે, ફ્રાઈડે નાઈટના રોજ મુંબઈના રેસ્ટોરન્ટ્સને મોડી રાત સુધી ચલાવવાની પરમિશન આપવામાં નથી આવતી. શુક્રવારે મોડી રાત સુધી શાહરૂખ ખાન પોતાના ફ્રેન્ડ્સ સાથે લાઉડ મ્યૂઝિયકમાં પોતાની બર્થડે પાર્ટી એન્જોય કરી રહ્યો હતો, ત્યારે જ મુંબઈ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સૌથી પહેલા મ્યૂઝિક બંધ કરાવ્યું હતું. 

પોલીસના રેસ્ટોરન્ટ્સમાં જવાના થોડા સમય બાદ જ શાહરૂખ ખાન પોતાના ઘરે જવા નીકળી ગયો હતો. રાતના એક વાગ્યે સામાન્ય લોકોને કહેવામાં આવ્યું કે, રેસ્ટોરન્ટ બંધ થઈ ગયું છે અને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. તેના બાદ શાહરૂખની પ્રાઈવેટ પાર્ટી શરૂ થઈ હતી. રેસ્ટોરન્ટમાં બોલિવુડની ફિલ્મોના ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન શાહરૂખની ફિલ્મ ‘દિલ સે’નું છૈયા છૈયા ગીત પણ વગાડવામાં આવ્યું હતું. બોલિવુડ સેલેબ્સ, નિખીલ દ્વિવેદી, સ્વરા ભાસ્કર, બોસ્કો સીઝર અને નિર્દેશક આનંદ એલ રાય પણ શાહરૂખની પ્રાઈવેટ પાર્ટીમાં નજર આવ્યા હતા. 

રાત્રે લગભગ 3 વાગ્યે પોલીસ રેસ્ટોરન્ટ પહોંચી અને પાર્ટી બંધ કરાવી હતી. તે સમયે શાહરૂખની સાથે તેનો મિત્ર આનંદ એલ રાય પણ નજર આવ્યા હતા. બાકીના અન્ય સેલેબ્સ પોલીસ આવતા પહેલા જ રેસ્ટોરન્ટમાંથી નીકળી ચૂક્યા હતા. શાહરૂખ ખાનના ફેન્સ આખું વર્ષ તેના આ દિવસની રાહ જોઈને બેસ્યા હોય છે. આવામાં શાહરૂખે પોતાના ફેન્સને બર્થડે પર ઝીરો ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરીને મોટી સરપ્રાઈઝ આપી હતી. આનંદ.એલ.રાયની આ ફિલ્મમાં શાહરૂખ ખાન નાના કદના વ્યક્તિના રોલમાં નજર આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news