સલમાનની એક્સ ભાભીએ લીધો મોટો નિર્ણય, મલાઈકા અરોરા ફરી બનશે દુલ્હન

રિપોર્ટ્સ પ્રમાણે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરીને એકબીજાના હમસફર બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે રોમેન્ટિક કપલ અર્જુન અને મલાઈકા આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરના મહિનામાં વિન્ટર વેડિંગ કરી શકે છે.  

સલમાનની એક્સ ભાભીએ લીધો મોટો નિર્ણય, મલાઈકા અરોરા ફરી બનશે દુલ્હન

મુંબઈ: બોલીવુડના મોસ્ટ રોમેન્ટિક અને લવેબલ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ટૂંક સમયમાં પરિણય સૂત્રમાં બંધાઈ શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો અર્જુન અને મલાઈકા પોતાની લવ રિલેશનશીપને લઈને હવે એક નવું નામ આપવા માટે તૈયાર છે. જી, હા લવ બર્ડ્સ લગ્ન કરવા માટે  તૈયાર હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.  

આ વર્ષે લગ્ન કરી શકે છે અર્જુન-મલાઈકા:
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લગ્ન કરીને એકબીજાના હમસફર બનવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે રોમેન્ટિક કપલ આ વર્ષે નવેમ્બર કે ડિસેમ્બરમાં વિન્ટર વેડિંગ કરી શકે છે.  

લગ્ન પછી ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરી શકે છે કપલ:
રિપોર્ટ્સમાં એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે બોલીવુડના નવા ટ્રેન્ડને ફોલો કરતાં અર્જુન અને મલાઈકા ઈન્ટીમેટ વેડિંગ કરવા ઈચ્છે છે. બંનેના લગ્ન મુંબઈમાં તેમના મિત્રો અને ફેમિલીની હાજરીમાં થશે. પોતાના લગ્નને રજિસ્ટર કરાવ્યા પછી અર્જુન અને મલાઈકા ફેમિલી, ઈન્ડસ્ટ્રીના લોકો માટે એક શાનદાર વેડિંગ પાર્ટી પણ હોસ્ટ કરી શકે છે.  

સાડી પહેરીને અર્જુનની દુલ્હન બનશે મલાઈકા:
રિપોર્ટ્સમાં સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છેકે પોતાના લગ્ન પર મલાઈકા લહેંગા નહીં પરંતુ સિમ્પલ અને ક્લાસિક સાડી પહેરશે. જ્યારે અર્જુન આ પ્રસંગે ખાસ કુર્તા પહેરશે. લગ્ન પછી વેડિંગ પાર્ટીમાં લવ બર્ડ્સ વેસ્ટર્ન આઉટફિટમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે. અર્જુન અને મલાઈકાના લગ્નની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે બંનેના વિન્ટર વેડિંગને સમાચારે ફેન્સને સુપર એક્સાઈડેટ કરી દીધા છે. ત્યારે એ જોવાનું રહેશે કે બોલીવુડનું આ કપલ ક્યારે લગ્ન કરે છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news