Social Media માં ફરતી થઈ Deepika Padukone ની હમશકલ, જોઈને રણવીર પણ ચોંકી જશે!

એવું કહેવાય છેકે, દુનિયામાં એક જ જેવા ચહેરા વાળી 7 વ્યક્તિઓ હોય છે. જોકે, એમાંથી એક પણ વ્યક્તિ અચાનક એના જેવી વ્યક્તિની સામે આવી જાય તો ચોંકી જવાય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયા પર દિપીકા પાદુકોણની ડુપ્લીકેટ લોકોને મુંઝવણમાં મુકી રહી છે.

Social Media માં ફરતી થઈ Deepika Padukone ની હમશકલ, જોઈને રણવીર પણ ચોંકી જશે!

Deepika Padukone Lookalike: બોલીવુડની અનેક હસ્તીની આપણે હમશકલ જોઈ હશે. જેમ કે કેટરીના કૈફ, સલમાન ખાન, ઋત્વિક રોશન. આ બધામાં બોલીવુડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણની હમશકલના ફોટોઝ હાલ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યાં છે. રિજુતા ઘોષ ગેબ નામની આ યુવતીને જોઈને ચાહકો પણ મૂંઝવણમાં છે, કારણ કે તે હુબહુ દીપિકા પાદુકોણ જેવી જ દેખાય છે.

No description available.

રિજુતાના ફોટાને સોશિયલ મીડિયામાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે રિજુતા એક ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર છે. પ્રશંસકોએ રિજુતાના ફોટા જોતાની સાથે જ તેની પોસ્ટ પર બધા તેને દીપિકાની લુકલાઈક કહી રહ્યા છે અને કેટલાક તેને દીપિકા પાદુકોણ વર્ઝન 2.0 કહી રહ્યા છે. એટલું જ નહીં સોશિયલ મીડિયામાં કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે રણવીર સિંહ પણ રિજુતાને જોઈને દીપિકા હોવાનું સમજીને ભૂલ ખાઈ શકે છે.

પીકુ સ્ટાર સાથે રિજુતાની અસાધારણ સામ્યતાની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે, જેણે દરેક લોકો મુંઝવણમાં મુકાયા છે. નેટીઝન્સે દીપિકાના પતિ રણવીર સિંહને પણ ઘણી કમેન્ટ્સમાં ટેગ કર્યા હતા અને તેમને દીપિકાની ડુપ્લિકેટની નોંધ લેવા કહ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news