બોલિવૂડમાં ડેબ્યુ કરશે નિક જોનાસ? પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો 

જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય એવું બની શકે છે કે નિક જોનાસ કોઈ બોલિવૂડ ફિલ્મમાં તમારી સાથે જોવા મળે? તો પ્રિયંકાએ જવાબ આપ્યો.

બોલિવૂડમાં ડેબ્યુ કરશે નિક જોનાસ? પ્રિયંકા ચોપરાએ કર્યો ખુલાસો 

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ જ્યારથી નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે ત્યારથી સતત તે મીડિયામાં ચમકી રહી છે. ક્યારેક પાર્ટીની તસવીરો તો ક્યારેક વેકેશનની તસવીરો. હાલમાં જ બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા પોતાની બોલિવૂડ કમબેક ફિલ્મ ધ સ્કાય ઈસ પિંકના પ્રમોશન માટે ભારત આવી હતી. આ દરમિયાન અમારી સહયોગી વેબસાઈટ બોલિવૂડ લાઈફે તેની સાથે એક્સક્લુઝિવ મુલાકાત કરી હતી. 

'બોલિવૂડ લાઈફ'ને આપેલા ઈન્ટરવ્યુમાં પ્રિયંકા ચોપરાએ ફિલ્મથી લઈને પોતાની અંગત જીવન એમ દરેક મુદ્દે ખુલીને વાત કરી હતી. જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું ક્યારેય એવું બની શકે છે કે નિક જોનાસ કોઈ બોલિવૂડ ફિલ્મમાં તમારી સાથે જોવા મળે? તો પ્રિયંકાએ જવાબ આપ્યો કે તેના માટે નિક જોનાસે સૌથી પહેલા તો હિન્દી શીખવું પડશે..જે ખુબ મુશ્કેલ લાગે છે. જો કે નિકને બોલિવૂડ ગીતો ખુબ પસંદ છે. તે હંમેશા બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતો જોવા મળે છે. તે એન્જોય કરે છે. નિકને મારા કારણે હવે ભારતીય મ્યૂઝિક, ભોજન, કલ્ચર, અને અહીંની બધી વસ્તુઓમાં રસ પડવા લાગ્યો છે. આમ તો ભારતને પસંદ ન કરવાનું કોઈ કારણ પણ નથી આમ જોઈએ તો....

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચોપરાએ સલમાન ખાનની ફિલ્મ ભારત છોડીને સોનાલી બોઝની ધ સ્કાય ઈસ પિંક સાઈન કરી હતી. આ ફિલ્મમાં દેસી ગર્લ સાથે ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ જેવા કલાકાર જોવા મળશે. ફિલ્મના ટ્રેલરને લોકોએ ખુબ પસંદ કર્યું છે. જેના કારણે એવું લાગે છે કે દર્શકો આ ફિલ્મ જોવા થિયેટર સુધી ચોક્કસ આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news