પાંચ લાખ લોકોએ 'જોયું' પદ્માવતી ? તમે ન ફસાતા

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પદ્માવતી મુવીને લઇ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે.

પાંચ લાખ લોકોએ 'જોયું' પદ્માવતી ? તમે ન ફસાતા

મુંબઈ : ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની પદ્માવતી મુવીને લઇ દેશભરમાં વિવાદ ચાલી રહ્યો છે. સેન્સર બોર્ડમાંથી હજુ આ મુવી પાસ થયું નથી. જોકે મીડિયા રિપોર્ટના મતે કેટલાંક પસંદગીના લોકોને આ મુવી દેખાડવામાં આવ્યું છે. તેમાં કેટલાંક પત્રકાર પણ સામેલ છે. ખાસ વાત એ છે કે રિલીઝ પહેલાં જ આ મુવીને ઇન્ટરનેટ યુઝર ગૂગલ અને યુટ્યુબ પર મોટી સંખ્યામાં સર્ચ કરી રહ્યાં છે. જો પ્રાઇવેટ મોડ (incognito)માં તમે ગૂગલ ખોલીને padmavati ટાઇપ કરો છો ટોપ સેકન્ડ સજેશન દેખાય છે – padmavati full movie. તેની સાથે યુટ્યુબની એક લિંક હોય છે જેમાં 2 કલાક 55 મિનિટનો એક વીડિયો દેખાય છે.

ખાસ વાત એ છે કે Padmavati full Movie | Hindi Dubbed 2017 નામનો એક વીડિયોને યુટ્યુબ પર 5,17,000 વાર દેખાઇ ચૂકયો છે. જોકે આ એક ફેક વીડિયો છે. આવા બીજા પણ વીડિયો Padmavati full Movie નામથી યુટ્યુબ પર મૂકવામાં આવ્યા છે. ગૂગલ ટ્રેન્ડ પર ચેક કરીએ તો પહેલી ઓક્ટોબરથી જ Padmavati full Movie કીવર્ડને લોકો સર્ચ કરી રહ્યાં છે. 

12 નવેમ્બરથી 18 નવેમ્બરની વચ્ચે આ કીવર્ડથી સર્ચ કરનારાઓની સંખ્યા ઘણી વધી ગઇ છે. આમ, જો મુવી રીલીઝ પણ થઇ જાય છે તો તરત યુટ્યુબ પર તેને જોઇ શકાશે નહીં. જો મુવીનો કોઇ પાઇરેટેડ હિસ્સો અપલોડ પણ કરે છે તો યુટ્યુબની તરફથી તેને હટાવી દેવામાં આવે છે. એવામાં full Movie ટાઇટલથી અપલોડ કરાયેલ વીડિયો કેટલીય વખત ફેક જ નીકળે છે. જો કે ઘણા લોકો આખી મુવી જોવાના નામ પર ક્લિક કરી બેસે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news