હૃતિકને ધોબીપછાડ આપવા માટે કંગનાએ અક્ષય સાથે મેળવ્યો હાથ

હૃતિક અને કંગના વચ્ચેનો વિવાદ જગજાહેર છે

હૃતિકને ધોબીપછાડ આપવા માટે કંગનાએ અક્ષય સાથે મેળવ્યો હાથ

મુંબઈ : માર્કેટ તેમજ પીઆરના જમાનામાં ફિલ્મ પોતાના વિષયની સાથેસાથે પ્રચાર અને પ્રસારને કારણે ચાલે છે. જો ફિલ્મને પ્લાનિંગ કરીને યોગ્ય સમયે રિલીઝ કરવામાં આવે ધમાકેદાર ઓપનિંગ મળે છે. આ વાતને બોલિવૂડ હિરોઇન કંગના બહુ સારી રીતે સમજી ગઈ છે. આ કારણે જ તે પોતાની આગામી ફિલ્મ ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ને 2018ની જગ્યાએ 26 જાન્યુઆરીના દિવસે રિલીઝ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. 

નોંધનીય છે કે આ તારીખે જ કંગનાના સૌથી મોટા દુશ્મન હૃતિક રોશનની ‘સુપર 30’ રિલીઝ થવાની છે. માનવામાં આવે છે કે 2019ની 26 જાન્યુઆરીએ બોક્સઓફિસ પર કંગના અને હૃતિકની જબરદસ્ત ટક્કર જોવા મળશે. હવે કંગનાએ આ લડાઈમાં બોલિવૂડના ખેલાડી અક્ષયકુમાર સાથે હાથ મેળવ્યો છે.
 

લેટેસ્ટ સમાચાર પ્રમાણે કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’નું ઓફિશિયલ ટ્રેલર 15 ઓગસ્ટે રિલીઝ થનારી અક્ષયકુમારની ‘ગોલ્ડ’ સાથે જોડાયેલું હશે. હકીકતમાં કંગનાની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઓફ ઝાંસી’ પહેલાં 15 ઓગસ્ટે રિલીઝ થવાની હતી પણ ફિલ્મનં પોસ્ટ પ્રોડક્શન થઈ ન શક્યું હોવાના કારણે તેની રિલીઝ વિલંબમાં પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news