ફિલ્મોના આ સિતારાઓ ક્યારેક ઓનસ્ક્રીન ભાઈ-બહેન બન્યા, તો ક્યારેક સ્ક્રીન પર કર્યો રોમાન્સ!

RAKSHABANDHAN SPECIAL: હિન્દી સિનેમામાં તહેવારોનું કનેકશન કાયમથી હિટ રહ્યુ છે. રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો તહેવાર.. અનેક ફિલ્મોમાં રક્ષાબંધનની સિકવન્સ બતાવવામાં આવે છે, તો કેટલીક ફિલ્મોમાં ભાઈ-બહેનના પાત્રનું મહત્વ દર્શાવવામાં આવ્યું હોય... અહીં એવા એકટર્સની વાત જેઓએ ઓનસ્ક્રીન ભાઈ-બહેનના પાત્ર ભજવ્યા હોય અને તેમા એક્ટિંગ જબરદસ્ત વખાણાઈ હોય તો સામે અન્ય ફિલ્મોમાં તેઓ ઓનસ્ક્રીન કપલ તરીકે રોમાન્સ કરતા જોવા મળ્યા હોય..

ફિલ્મોના આ સિતારાઓ ક્યારેક ઓનસ્ક્રીન ભાઈ-બહેન બન્યા, તો ક્યારેક સ્ક્રીન પર કર્યો રોમાન્સ!

નવી દિલ્લીઃ હિન્દી સિનેમામાં તહેવારોનું કનેકશન કાયમથી હિટ રહ્યું છે. રક્ષાબંધન એટલે ભાઈ-બહેનનો તહેવાર.. અનેક ફિલ્મોમાં રક્ષાબંધનની સિકવન્સ બતાવવામાં આવે છે, તો કેટલીક ફિલ્મોમાં ભાઈ-બહેનના પાત્રનું મહત્વ દર્શાવવામાં આવ્યું હોય...અહીં એવા એકટર્સની વાત જેઓએ ઓનસ્ક્રીન ભાઈ-બહેનના પાત્ર ભજવ્યા હોય અને તેમા એક્ટિંગ જબરદસ્ત વખાણાઈ હોય તો સામે અન્ય ફિલ્મોમાં તેઓ ઓનસ્ક્રીન કપલ તરીકે રોમાન્સ કરતા જોવા મળ્યા હોય..

No description available.

1. દેવ આનંદ - ઝીનત અમાન:
દેવ આનંદ અને ઝીનત અમાન અનેક ફિલ્મોમાં ઓનસ્ક્રીન કપલ તરીકે કામ કર્યુ પરંતુ તેઓએ 'હરે રાધા હરે કૃષ્ણા'માં ભાઈ-બહેન તરીકે કામ કર્યું. ભાઈ-બહેનના સંબંધની વાત આવે ત્યારે 'એક હજારો મેં મેરી બહેના હે' ગીત કોઈ કેવી રીતે ભૂલી શકે. આ ગીત દેવ આનંદ અને ઝીનત અમાન પર ફિલ્માવાયુ હતું.

No description available.

2. શાહરૂખ ખાન - ઐશ્વર્યા રાય બચ્ચન:
બોલિવુડના કિંગ ખાન અને બ્યુટી ક્વીન એશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીની વન ઓફ ધ બેસ્ટ ઓનસ્ક્રીન પેર કહેવાય છે. મોહબ્બતે અને દેવદાસમાં બંનેની કેમેસ્ટ્રીના ફેન્સ દીવાના થઈ ગયા હતા. પરંતુ આ બંનેએ પહેલીવાર સાથે સ્કીન શેર કરી ત્યારે ભાઈ-બહેન તરીકે કામ કર્યું અને તે ફિલ્મ હતી જોશ. આ ફિલ્મમાં બંનેનો ટપોરી અંદાજ દર્શકોને પસંદ આવ્યો હતો.

No description available.

3. સલમાન ખાન - નીલમ:
સલમાન ખાન અને નીલમને યાદ કરીએ તો આપણા મગજમાં સૌથી પહેલા 'હમ સાથ સાથ હે' આવે. આ ફિલ્મમાં બંનેએ ભાઈ-બહેનનું પાત્ર ભજવ્યુ હતું. ભાઈ-બહેનનો રોલ નિભાવનાર સલમાન અને નીલમ 'એક લડકા એક લડકી' ફિલ્મમાં હિરો-હિરોઈન તરીકે જોવા મળ્યા હતા. ફિલ્મનું ગીત 'કિતના પ્યાર તુમ્હે કરતે હે' આજે પણ તેટલું જ લોકપ્રિય છે.

No description available.

4. રણવીર સિંહ- પ્રિયંકા ચોપડા:
રણવીર સિંહ અને પ્રિયંકા ચોપડા બંને યંગ જનરેશનના પસંદગીના કલાકારોમાંથી એક છે. બંને 'ગુંડે' ફિલ્મમાં ઓનસ્ક્રીન રોમાન્સ કરતા જોવા મળ્યા હતા અને તેમના વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી દર્શકોને જોવા મળી... તો આ જ જોડી ઝોયા અખ્તરની ફિલ્મ 'દિલ ધડકને દો'માં જોવા મળી પરંતુ કપલ તરીકે નહીં પણ ભાઈ-બહેન તરીકે જોવા મળ્યા. ત્યારબાદ બંને કપલ તરીકે 'બાજીરાવ મસ્તાની'માં કામ કર્યું.

No description available.

5. સિદ્ધાર્થ- આલિયા ભટ્ટ:
સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટે એક જ ફિલ્મથી સિલ્વર સ્ક્રીન પર ડેબ્યૂ કર્યું... દર્શકોને બંનેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી ખૂબ પસંદ આવી, આ પથી બંને વચ્ચે લાંબો સમય અફેયરની ચર્ચા કરી. ત્યારબાદ બંને ધર્મા પ્રોડકશનની ફિલ્મ 'કપૂર એન્ડ સન્સ'માં સાથે કામ કર્યું પરંતુ આ વખતે જોડી તરીકે નહીં પરંતુ ભાઈ-બહેન તરીકે કામ કર્યું. આ ફિલ્મમાં તેઓ દિવંગત અભિનેતા રિષી કપૂરના ગ્રાન્ડ ચિલ્ડ્રન્સના પાત્રમાં જોવા મળ્યા.

No description available.

6. અભિષેક બચ્ચન - અસીન:
બોલિવુડ સ્ટાર અભિષેક બચ્ચન અને ગજની ફેમ અસીને રોહિત શેટ્ટીની ફિલ્મ 'બોલ બચ્ચન'માં ભાઈ-બહેન તરીકે કામ કર્યું. આ કોમેડી ફિલ્મમાં બંનેના અભિનય દર્શકોએ વખાણ્યા.. ત્યારબાદ બંને 'ઓલ ઈઝ વેલ'માં ઓનસ્ક્રીન કપલ તરીકે જોવા મળ્યા. ફિલ્મમાં 'બાતો કો તેરી' અને 'એ મેરે હમસફર' ગીતોમાં બંનેની કેમેસ્ટ્રી દર્શકોને પસંદ આવી.

No description available.
7. જ્હોન અબ્રાહમ - દીપિકા પાદુકોણ:
જ્હોન અબ્રાહમ અને દીપિકા પાદુકોણની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી આપણને 'દેશી બોય્ઝ'માં જોવા મળી.. બંને ફિલ્મમાં રોમાન્સ કરતા જોવા મળ્યા. ત્યારબાદ તેઓએ જોડી તરીકે અબ્બાસ મસ્તાનની 'રેસ 2' ફિલ્મમાં કામ કર્યુ પરંતુ આ વખતે તેઓએ ડેન્જરસ ભાઈ-બહેનનો રોલ ભજવીને દર્શકોને મનોરંજન આપ્યું.

No description available.

8. દીપિકા પાદુકોણ - અર્જુન રામપાલ:
દીપિકા પાદુકોણે શાહરૂખ ખાન સાથેની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ'થી ધમાકેદાર ડેબ્યૂ કર્યું.. આ ફિલ્મમાં અર્જુન રામપાલે વિલનનું પાત્ર ભજવ્યુ હતું, ફિલ્મમાં ઈન્ટરવલ પહેલાના ભાગમાં અર્જુન-દીપિકા કપલ તરીકે  જોવા મળ્યા હતા. ત્યારબાદ દીપિકા અને અર્જુન રામપાલ સાજીદ ખાનની ફિલ્મ 'હાઉસફુલ'માં જોવા મળ્યા આ ફિલ્મમાં બંનેએ ભાઈ-બહેનનો રોલ કર્યો.

No description available.

9. તુષાર કપૂર - કરિના કપૂર:
તુષાર કપૂર અને કરિના કપૂર બંનેએ શરૂઆતની કારકિર્દીમાં કેટલીક ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું.  'મુજે કુછ કહેના હે' અને 'જીના સિર્ફ મેરે લીયે'માં કપલ તરીકે કામ કર્યું, બંને ફિલ્મો ખાસ ઉકાળી શકી નહોંતી, પરંતુ ગીતો હિટ થયા હતા. ત્યારબાદ બંને ગોલમાલ રિટર્ન અને ગોલમાલ-3માં ભાઈ-બહેનને રોલ ભજવી દર્શકોને હસાવ્યા..

No description available.

10. જૂહી ચાવલા - સંજય સૂરી:
સંજય સૂરી અને જૂહી ચાવલાએ ઝંકાર બીટ્સમાં સાથે કામ કર્યું જેમાં તેઓએ ઓનસ્ક્રીન કપલ્સ તરીકે ભૂમિકા ભજવી.. બે વર્ષ બાદ સંજય સૂરીએ 'માય બ્રધર નિખીલ'માં એઈ્ડસ પીડિત દર્દીની ભૂમિકા ભજવી જેમાં તેની બહેન બનેલી જૂહી ચાવલાએ ફિલ્મમાં તેનો આત્મવિશ્વાસ વધાર્યો. આ ફિલ્મે દર્શકોને ભાવુક કર્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news