રાહતનો શ્વાસઃ કાબુલથી ભારત પહોંચ્યા 107 ભારતીય નાગરિક, હિંડનમાં ઉતર્યું વિમાન

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ભારત પોતાના નાગરિકોની સુરક્ષિત દેશ વાપસી કરાવી રહ્યું છે. આજે સવારે ગાઝિયાબાદમાં 107 નાગરિકો સાથે ઈન્ડિયન એરફોર્સનું વિમાન પહોંચ્યું છે. 

રાહતનો શ્વાસઃ કાબુલથી ભારત પહોંચ્યા 107 ભારતીય નાગરિક, હિંડનમાં ઉતર્યું વિમાન

નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાના C-17 વિમાને આજે સવારે અફઘાનિસ્તાનના કાબુલથી ઉડાન ભરી અને તે ગાઝિયાબાદમાં હિંડન એરફોર્સ બેઝ પર ઉતર્યું છે. આ સાથે અફઘાનિસ્તાનમાં ફસાયેલા તે ભારતીયોએ રાહતના શ્વાસ લીધા છે. મહત્વનું છે કે હિંડન પર ઉતરેલા આ વિમાનમાં 107 ભારતીય નાગરિકો સહિત 168 લોકો સવાર હતા. 

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ખરાબ થતી સ્થિતિને જોતા બધા દેશ પોત-પોતાના નાગરિકોને ત્યાંથી બહાર કાઢવામાં લાગેલા છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી માટે ભારતને દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

168 people, including 107 Indian nationals, were onboard the aircraft. pic.twitter.com/oseatpwDZv

— ANI (@ANI) August 22, 2021

સરકારી સૂત્રોએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટથી બે ભારતીય વિમાનોને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવશે. 15 ઓગસ્ટે અફઘાનિસ્તાન પર કબજા બાદ કાબુલના હામિદ કરઝઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના સંચાલન અને નિયંત્રણની જવાબદારી અમેરિકી અને ઉત્તરી એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) દળોને આપવામાં આવી છે. તેના દ્વારા કુલ 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે, કારણ કે તે વર્તમાનમાં પોતાના નાગરિકો, હથિયારો અને ઉપકરણોને કાઢવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. 

👉 કાબુલથી ભારત પહોંચ્યા 107 ભારતીય નાગરિક, હિંડનમાં ઉતર્યું વિમાન..
જુઓ Video#Afghan #kabulairport #IndianArmy #ZEE24kalak

— Zee 24 Kalak (@Zee24Kalak) August 22, 2021

મહત્વનું છે કે અફઘાનિસ્તાન પર 20 વર્ષ બાદ એકવાર ફરી તાલિબાનનો કબજો થઈ ગયો છે. તેણે દેશના રાષ્ટ્રપતિ ભવન પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાલિબાનને સત્તા સોંપી દીધી છે. સૂત્રો પ્રમાણે નવી અંતરિમ સરકારના અંતરિમ પ્રમુખના રૂપમાં અલી અહમદ જલાલીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગની દેશ છોડી યૂએઈ પહોંચી ગયા છે. 

મોડી રાત્રે ભારતના 87 નાગરિકો સ્વદેશ પરત ફર્યા
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ત્યાંની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. તેવામાં ભારત સરકારે અફઘાનિસ્તાનથી પોતાના પોતાના નાગરિકોને કાઢવા માટે અભિયાન તેજ કરી દીધુ છે. અફઘાનિસ્તાનમાં ફસાયેલા 87 ભારતીયોને સ્વદેશ વાપસી થઈ છે. આ બધા 87 લોકોને એર ઈન્ડિયાના વિમાનથી દિલ્હી લાવવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news