સની સાથે ડિનર કરી વિતાવી શકશો 2 કલાક, ઉંમર હોવી જોઇએ 18+

સની લિયનો 

સની સાથે ડિનર કરી વિતાવી શકશો 2 કલાક, ઉંમર હોવી જોઇએ 18+

નવી દિલ્હી : સની લિયોનીનાં કોઇ એક ફેનને તેની સાથે લંચ કરવાની તક મળી શકે છે. જો કે તેનાં માટે એક મોટી રકમ ચુકવવી પડશે. સનીના ફેન તેની સાથે લંચ દરમિયાન 2 કલાક વિતાવી શકે છે. સની એક્ટિંગ ઉપરાંત ચેરિટી વર્કમાં પણ સક્રિય છે. એક કેમ્પેઇન દ્વારા અમેરિકન કેન્સર સોસાયટી અને પેટાને મદદ કરવા માંગે છે. તેનાં દ્વારા તે ઓક્શનથી એક ફેનને પસંદ કરશે અને તેની સાથે લંચ કરશે. 

સૌથી વધારે બોલી લગાવનારા ફેનને સનીની સાથે લંચ પર બે કલાક વિતાવવાનો સમય મળશે. સનીનો આ ઇરાદો છે કે તે આ ઓક્શનથી આશરે 2500 ડોલર એટલે કે 1.68 લાખ રૂપિયા કમાયા. વિનરને લંચ મફતમાં મળશે, જો કે વાઇન ઉપરાંત અલગથી પૈસા ચુકવવા પડશે. સીની સાથે લંચ કરનાર વિનર એક તસ્વીર અને ઓટોગ્રાફ પણ લઇ શકે છે. આ મુલાકાત લોસ એન્જલસમાં રહેશે. ઓક્શનમાં ભાગ લેનારા વિનર 18 વર્ષની ઉપરનો હોવો જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news