આ હેન્ડસમ બોલિવૂડમાં હિરો તરીકે આવવા તૈયાર, પિતા એક જમાનાના 'હિરો નંબર વન'

બોલિવૂડમાં અનેક સ્ટાર સંતાનો કામ કરી રહ્યા છે

આ હેન્ડસમ બોલિવૂડમાં હિરો તરીકે આવવા તૈયાર, પિતા એક જમાનાના 'હિરો નંબર વન'

મુંબઈ : બોલિવૂડમાં અનેક સ્ટાર સંતાનો કામ કરી રહ્યા છે. જાન્હવી કપૂર અને સારા અલી ખાન પછી હવે ગોવિંદાનો દીકરો યશવર્ધન બોલિવૂડમાં એન્ટ્રી માટે તૈયાર છે. યશવર્ધન હાલમાં ખાસ ટ્રેઇનિંગ લઈ રહ્યો છે જેથી તે સફળતાપૂર્વક એન્ટ્રી કરી શકે. 

એન્ટરટેઇનમેન્ટ પોર્ટલ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં યશવર્ધન સોશિયલ મીડિયા પર સક્રિય છે. ગોવિંદાની દીકરી નર્મદા પહેલાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચુકી છે પણ તેને સફળતા નથી મળી. બોલિવૂડમાં એન્ટ્રી પહેલાં તેણે પોતાનું નામ બદલીને ટીના આહુજા કરી નાખ્યું હતું અને 2015માં સેકન્ડ હેન્ડ હસબન્ડથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે બોલિવૂડમાં સફળતા ન મળતા તેણે પંજાબી ફિલ્મો તરફ વળી જવાનું પસંદ કર્યું છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Happy #diwali 💥

A post shared by Yashvardhan Ahuja (@ahuja_yashvardhan) on

ગોવિંદાની ફિલ્મી કરિયર પર નજર નાખો તો હાલમાં તેની ફિલ્મ રંગીલા રાજા રિલીઝ થઈ છે પણ એના બોક્સઓફિસ આંકડા નિરાશાજનક છે. ગોવિંદા હાલમાં અનેક રિયાલિટી શોમાં પણ દેખાયો છે. હાલમાં એક ઇન્ટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું હતું કે બોલિવૂડમાં તે કોઈ ગ્રુપનો હિસ્સો નહોતો જેના કારણે તેને કામ મળવામાં સમસ્યા થવા લાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news