આ ગુજરાતી ગીતે રિલીઝ થતાંની સાથે જ મચાવી ધમાલ, પ્રેમીઓની પહેલી પસંદ બન્યુ આ ગીત

Khune Thi Khune Thi: ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું (Aum Mangalam Singlem) છેલ્લા 50 દિવસથી સિનેમાઘરોમાં સારું પ્રદર્શન કરી રહી છે. આરોહી પટેલ (Aarohi Patel) અને મલ્હાર ઠાકર (Malhar Thakar) સ્ટારિંગ આ ફિલ્મનું ડિરેક્શન સંદીપ પટેલે કર્યું છે જ્યારે સંગીત સચિન-જીગરે આપ્યું છે. આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થઇ હતી.

આ ગુજરાતી ગીતે રિલીઝ થતાંની સાથે જ મચાવી ધમાલ, પ્રેમીઓની પહેલી પસંદ બન્યુ આ ગીત

Khune Thi Khune Thi: ફિલ્મ ‘ઓમ મંગલમ્ સિંગલમ્’નું ગીત ‘ખૂણે થી ખૂણે થી’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ સોંગની લિંક પોતાના પ્રિય પાત્રને શેર કરી રહ્યાં છે. પ્રેમીપંખિડાઓમાં આ ગીત ખુબ જ લોકપ્રિય બની ગયું છે. લવ અને ઈમોશનનું ગજબનું મિશ્રણ આ ગીતમાં જોવા મળે છે. આરોહી પટેલ અને મલ્હાર ઠાકરે આ ગીતને ચાર ચાંદ લગાવી દીધાં છે.
 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aarohi (@iamaarohii)

હવે આ ફિલ્મનું ગીત ‘ખૂણે થી ખૂણે થી’ નું વીડિયો સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીત ઈશાની દવે, આમિર મીર અને દિવ્યા કુમારે ગાયું છે. જ્યારે તેની લિરિક્સ નિરેન ભટ્ટે લખી છે. આ ગીતનું સંગીત સચિન-જીગરે આપ્યું છે. વર્ષ 2017માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લવની ભવાઈ’માં પણ આરોહી પટેલ અને મલ્હાર ઠાકરની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news