બર્થ ડે ગર્લ સની લિયોન: પોર્ન સ્ટારથી સુપર સ્ટાર બનવા સુધીની સફર...
Trending Photos
મુંબઈ :આજે બોલીવુડની અભિનેત્રી સની લીયોનો જન્મદિવસ છે. સની લીયોન આ વર્ષે તેનો ૩૭ માં જન્મદિવસની ઉજવણી કરશે. પોર્ન સ્ટાર તરીકેની પોતાની ઓળખ અને તેના ભૂતકાળને પાછળ છોડી, હાલ સની બોલિવુડમાં સફળ કારકિર્દી બનાવવા માટે મથી રહી છે. જો કે બોલિવુડમાં તેની એન્ટ્રી સમયે ખળભળાટ મચી ગયો હતો. પરંતુ બોલિવુડમાં એન્ટ્રી બાદ તેણે પોર્ન ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી.
તાજેતરમાં જ સની લીયોનની લાઈફ પરની બાયોપિક “કરણજીત કૌર- ધ અનસ્ટોલ્ડ સ્ટોરી ઓફ સની લીયોન “ મુદ્દે લઈ તે ચર્ચા છે. વર્ષ ૨૦૧૨ માં આવેલી પૂજા ભટ્ટની મૂવી “જીસ્મ-૨” થી સની લીયોનને બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જો કે, આમ તો તેનું કેરિયર બિગ બોસ સિઝન-૫ થી શરૂ થઈ ગયું હતું, જેમાં તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી થઈ હતી.
સની લીઓનીનું વાસ્તવિક નામ કરંજીત કોર છે. સની મુળ પંજાબની છે. જો કે વર્ષો પહેલા જ તેનો પરિવાર કેનેડામાં વસી ગયો હતો. જેથી સનીનો જન્મ ઉછેર કેનેડામાં જ થયો છે. હતો. સનીનું સ્વપ્ન એક નર્સ બનવાનું હતું અને તે માટે તેણે મેડિકલ સાઈન્સનો અભ્યાસ પણ કર્યો હતો. સની લીયોની અને તેનો પતિ ડેનિયલ વેબરના લગ્ન વર્ષ ૨૦૦૯માં થયા હતા. તેમજ આ દંપતિને ત્રણ બાળકોના છે. ગયા વર્ષે, તેમણે પુત્રી નિશા ને દત્તક લીધી હતી તેમજ આ વર્ષે સરોગેસી દ્વારા બે અન્ય બાળકોના માતા-પિતા બન્યા.
એક મુલાકાત દરમિયાન, સનીએ જણાવ્યું હતું કે તેણીએ જ પોતાના માતા-પિતાને કહ્યું હતું કે તે પોર્ન સ્ટાર બનવા માંગે છે. સનીના જણાવ્યા મુજબ, તેણે આ નિર્ણય ત્યારે લીધો હતો જ્યારે તે 'પેન્ટહાઉસ' કવર ઓફ ધ યર’ દ્વારા અંદાજે ૬૭ લાખની રકમ જીતી હતી.તેમજ સની ઘણી સામાજિક કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલ છે, જે કેન્સરના ભોગ બનેલા લોકોથી લઈને પ્રાણીઓના રક્ષણ માટે ભંડોળ એકત્રીત કરવાનું કાર્ય કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે