ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન ICU માં દાખલ, કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનની (Irrfan Khan) તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇરફાન મુંબઇ ખાતે કોકિલાબેન હોસ્પિટલનાં આઇસીયુમાં દાખલ છે. અચાનક તબિયત બગડ્યા બાદ તેને આઇસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં જ ઇરફાન ખાનના (Irrfan Khan) માં સઇદા બેગમનું નિધન તઇ ગયું હતું. તે સમયે આ સમાચાર આવ્યા હતા કે લોકડાઉનમાં ઘરથી દુર હોવાને કારણે એક્ટરે વીડિયો કોન્ફરન્સિંગથી માંના અંતિમ દર્શન દર્શન કર્યા હતા.
ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન ICU માં દાખલ, કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનની (Irrfan Khan) તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇરફાન મુંબઇ ખાતે કોકિલાબેન હોસ્પિટલનાં આઇસીયુમાં દાખલ છે. અચાનક તબિયત બગડ્યા બાદ તેને આઇસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં જ ઇરફાન ખાનના (Irrfan Khan) માં સઇદા બેગમનું નિધન તઇ ગયું હતું. તે સમયે આ સમાચાર આવ્યા હતા કે લોકડાઉનમાં ઘરથી દુર હોવાને કારણે એક્ટરે વીડિયો કોન્ફરન્સિંગથી માંના અંતિમ દર્શન દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન હાલ મુંબઇમાં છે. હોસ્પિટલ સુત્રોએ હાલ તેનો ખુલાસો નથી કર્યો કે ઇરફાનને શું બીમારી છે. જો કે બે વર્ષ પહેલા માર્ચ 2018માં ઇરફાને પોતાની બિમારી અંગે માહિતી મળી હતી. તેમણે પોતે પોતાના ફેન્સને આ શોકિંગ સમાચાર આપ્યા હતા. તેમણે પોતે પોતાના નિર્ણયને આ શોકિંગ સમાચાર આફ્યા હતા. તેમણે ટ્વીટ કરી પોતાની બિમારીનો ખુલાસો કરવામાં આવ્યો હતો જિવનમાં અચાનક કંઇક એવું થઇ જાય છે જે તમને આગળ લઇ જાય છે.  મારા જીવનનાં ગત્ત કેટલાક દિવસો એવા થઇ રહ્યા છે. મને ન્યૂરો ઇંડોક્રાઇન ટ્યૂમર નામની બિમારી છે. પરંતુ મારી પાસે આસપાસ હાલનાં લોકોનાં પ્રેમ અને શક્તિએ મારી આશાને જીવંત કરી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક્ટર ઇરફાન ખાન પોતાની સારવારનાં કારણે ઘણા દિવસો સુધી ફિલ્મોથી પણ દુર રહ્યા. જો કે લંડનનાં સ્વસ્થય થઇને પરત ફર્યા બાદ તેમણે બોલિવુડમાં પરત ફર્યા અને અંગ્રેઝી મીડિયમનું શુટિંગ પણ કર્યું હતું. આ ફિલ્મ આ વર્ષે માર્ચમાં રિલીઝ થઇ હતી, જેમાં ઇરફાનની સાથે રાધિકા મદાન અને અભિનેત્રી કરિના કપુર પણ મુખ્ય ભુમિકામાં જોવા મળ્યા હતા. ફિલ્મના કોન્સેપ્ટ તો દર્શકોનું દિલ જ જીતી લીધું હતુ, સાથે જ ઇરફાન ખઆનની એક્ટિંગ પણ લોકોને ખુબ જ પસંદ આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news