કેન્સર સામે લડાઈ જીતી 10 મહિના બાદ પરત ફર્યો ઇરફાન ખાન, ફેન્સ માટે લખ્યો ભાવુક મેસેજ
ઇરફાને લંડનમાં સારવાર દરમિયાન મળેલા પ્રેમ અને આશીર્વાદ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઘણા મહિના સુધી ન્યૂરો એન્ડોક્રીન ટ્યુમર્સની સારવાર કરાવ્યા બાદ અભિનેતા ઇરફાન ખાનના જીવનના આ મુશ્કેલ સમયમાં પ્રેમ અને સમર્થન આપવા માટે પ્રશંસકોનો આભાર વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બુધવારે એક ઇમોશનલ પોસ્ટમાં ઇરફાને લંડનમાં સારવાર કરાવ્યા દરમિયાન મળેલા પ્રેમ અને આશીર્વાદ વિશે પોતાના વિચારો રજૂ કર્યાં છે.
ઇરફાને લખ્યું, 'લગભગ જીતવાની ઈચ્છામાં ક્યાંકને ક્યાંક આપણે ભૂલી જઈએ કે પ્રેમ મળવાનો શું અર્થ છે.' આપણે મુશ્કેલ સમયમાં આપણે યાદ અપાવવામાં આવે છે. હું મારા જીવનની ક્ષણઓ પર મારા પદચિહ્ન છોડું છું. હું તમારા અપ્રતીમ પ્રેમ અને સમર્થન પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે થોભવા ઈચ્છું છું.
— Irrfan (@irrfank) April 3, 2019
ઇરફાને એક તસ્વીર સાથે લખ્યું, 'તેણે મને સારવાર દરમિયાન સારો અનુભવ કરાવ્યો તેથી હું તમારી પાસે પરત આવી ગયો છું.' તમારો દિલથી આભાર માનું છું.
ગત વર્ષે માર્ચમાં ઇરફાને બીમારી વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, સારવાર કરાવવા માટે તેઓ વિદેશ જઈ રહ્યાં છે. તેઓ આ વર્ષે ફ્રેબ્રુઆરીમાં ભારત પરત આવ્યા અને ગત મહિને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેવી અટકળો છે કે ઇરફાન 2017માં આવેલી 'હિન્દી મીડિયમ'ની સીક્વલની ઝડપથી લંડનમાં કપીના કપૂરની ઓપોઝિટ શૂટિંગ શરૂ કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે