શું ઋષિ કપૂરને કેન્સર થયું છે? જાણો શું કહ્યું આ અંગે ભાઈ રણધીર કપૂરે...

બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના આરોગ્ય અંગે હવે અટકળો વહેવા લાગી છે, સોમવારે માતાની અંતિમક્રિયામાં ગેરહાજરીને કારણે આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે, ઋષિ કપૂરે પણ થોડા દિવસ અગાઉ ટ્વીટર પર જણાવ્યું હતું કે તે તબીબી ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યો છે 

શું ઋષિ કપૂરને કેન્સર થયું છે? જાણો શું કહ્યું આ અંગે ભાઈ રણધીર કપૂરે...

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા ઋષિ કપૂરના આરોગ્ય અંગે હવે અટકળો વહેવા લાગી છે, સોમવારે માતાની અંતિમક્રિયામાં ગેરહાજરીને કારણે આ ચર્ચાઓને વધુ બળ મળ્યું છે, ઋષિ કપૂરે પણ થોડા દિવસ અગાઉ ટ્વીટર પર જણાવ્યું હતું કે તે તબીબી ઈલાજ માટે અમેરિકા જઈ રહ્યો છે. ઈન્ટરનેટ પર એવા સમાચાર વહેતા થયા છે કે, ઋષિ કપૂરને કેન્સર થયું છે અને તે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. 

જોકે, ઋષિ કપૂરની તબિયત અંગે બોલતાં તેના મોટાભાઈ રણધીર કપૂરે જણાવ્યું કે, "અમે હાલ એ નથી જાણતા કે તેને કઈ બિમારી થઈ છે. ઋષિ પોતે પણ એ જાણતો નથી કે તેને કઈ બિમારી થઈ છે. હજુ તેના કોઈ ટેસ્ટ પણ શરૂ થયા નથી, તેમ છતાં કોણ જાણે લોકો ક્યાંથી કેન્સર થયું હોવા અંગેની અફવા ફેલાવી રહ્યા છે અને તે પણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયા અંગેની."

રણધીર કપૂરે વધુમાં જણાવ્યું કે, "ઋષિ કપૂરના ટેસ્ટ શરૂ થઈ જાય અને તેના પછી જે પરિણામ આવે ત્યારે જ સાચી વાતની ખબર પડે કે ઋષિને કઈ બિમારી થઈ છે. તે હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ અમેરિકા પહોંચ્યો છે અને હજુ ટેસ્ટ માટેની તૈયારીઓ શરૂ થઈ છે. ટેસ્ટના પરિણામ બાદ રોગનું નિદાન થશે અને ત્યાર બાદ જ તેનો ઇલાજ, દવા કે અન્ય શું પ્રક્રિયા કરવાની છે તે નક્કી થશે. અત્યારે આ પ્રકારની અફવા ફેલાવાની કોઈ જરૂર નથી."

ઉલ્લેખનીય છે કે, અમેરિકા જતાં પહેલાં ઋષિ કપૂરે પણ એક ટ્વીટ કરી હતી કે, "હેલો મિત્રો, હું ટૂંક સમય માટે રજા લઉં છું અને મેડિકલ ટ્રિટમેન્ટ માટે અમેરિકા જઈ રહ્યો છું. હું મારા શુભચિંતકોને વિનંતી કરું છું કે તેઓ કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવે. ફિલ્મ ઉદ્યોગમાં 45થી વધુ વર્ષથી સક્રિય રહ્યો છું, તે તમારા પ્રેમ અને શુભેચ્ચાને કારણે જ. હું ટુંક સમયમાં જ પાછો ફરીશ." 

સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેની પત્ની નીતુ સિંઘ અને પુત્ર રણબીર કપૂર પણ તેની સાથે અમેરિકા ગયા છે. આ કારણે જ તેઓ કૃષ્ણા રાજ કપૂરની અંતિમક્રિયામાં સામેલ થઈ શક્યા ન હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news