Mother's Day 2019 : દીકરી જ્હાન્વીને આજે બહુ યાદ આવી મમ્મીની, લખ્યો હૃદયને સ્પર્શી જતો મેસેજ
આજે મધર્સ ડે છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીને યાદ કરીને બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે જ જ્હાન્વીએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો.
Trending Photos
મુંબઈ : આજે મધર્સ ડે છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તેની સ્વર્ગસ્થ માતા શ્રીદેવીને યાદ કરીને બાળપણનો એક ફોટો શેર કર્યો હતો. આ સાથે જ જ્હાન્વીએ એક ઈમોશનલ મેસેજ પણ લખ્યો હતો. જ્હાન્વીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, એમને બિરદાવો, એમની વાત સાંભળો, એમને શક્ય એટલો બધો જ પ્રેમ આપો. હેપ્પી મધર્સ ડે. આ ફોટામાં શ્રીદેવી સફેદ સાડીમાં અને નાનકડી જ્હાન્વી ગોલ્ડન લહેંગામાં દેખાય છે. જ્હાન્વી સોનાના હાર અને બે ચોટલીમાં બહુ ક્યુટ લાગી રહી છે. થોડા દિવસ પહેલા પણ જ્હાન્વીએ માતા સાથે પોસ્ટ શેર કરી લખ્યું હતું, “મારુ દિલ હંમેશા ભારે રહેશે પરંતુ હું હસી રહી છું કારણ કે મારા દિલમાં તુ વસે છે.”
જાન્હવી હાલમાં ઈન્ડિયન એરફોર્મની પાયલોટ ગુંજન સક્સેનાની બાયોપિકમાં વ્યસ્ત છે. તેની પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર મૂવી તખ્ત પણ છે. જેના શૂટિંગમાં હજુ વાર છે. ગુંજન સક્સેનાના કેરેક્ટરમાં પોતાના ઢાળવા માટે અભિનેત્રી ખૂબ મહેનત કરી રહી છે. જાન્હવી આ ફિલ્મ માટે વજન વધારી રહી છે. તે આ રોલ માટે પોતાનું વજન 6-7 કિલો વધારશે.
ગુંજન પ્રથમ મહિલા IAF પાયલોટ હતી. તેણે 1999ના કારગિલ યુદ્ધ બાદ ઈજાગ્રસ્ત ભારતીય સૈનિકોને વોર ઝોનની બહાર કાઢ્યા હતા. હથિયાર વિના ગુંજને પાકિસ્તાની સેનાનો સામનો કર્યો હતો. તે પોતાની બહાદુરી માટે જાણીતી છે. ગુંજનનું શૌર્ય ચક્રથી પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પુરસ્કાર મેળવનાર તે પ્રથમ મહિલા બની હતી. ગુંજને દિલ્હીના હંસરાજ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને પછી તેને IAFની પ્રથમ મહિલા ટ્રેની પાયલોટ બેચ જોઇન કરવાની તક મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે