Twitter પર યુઝરનો સવાલ - ''હિંદુ મહાભારત'માં આમિર ખાન કેમ?' જાવેદ અખ્તરે આપ્યો જડબાતોડ જવાબ

આમિર ખાન 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' પછી આ ફિલ્મમાં કામ કરવાનો છે 

Twitter પર યુઝરનો સવાલ - ''હિંદુ મહાભારત'માં આમિર ખાન કેમ?' જાવેદ અખ્તરે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી : આમિર ખાન 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' પછી પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'મહાભારત' સિરીઝ પર કામ કરવાનો છે. 1000 કરોડ રૂ. કરતા વધારે બજેટમાં બનનારી આ ફિલ્મ વિશે આમિરના ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. જોકે આ સમાચાર વચ્ચે એક વ્યક્તિએ 'મુસ્લિમ' આમિર ખાન કઈ રીતે હિંદુ ધાર્મિક કથાવાળી ફિલ્મમાં કામ કરી શકે એવો સવાલ કરતા બોલિવૂડના પ્રસિદ્ધ લેખક જાવેદ અખ્તરે જડબાતોડ જવાબ આપ્યો હતો. જાવેદને આ વ્યક્તિની ટ્વીટ પર એટલો ગુસ્સો આવી ગયો કે તેણે એ વ્યક્તિને 'દુષ્ટ‍' સુદ્ધાં કહી દીધું.

ફ્રેંકોઇસ ગૌટીયર નામની વ્યક્તિએ ટ્વીટ કરીને લખ્યું છે કે આમિર ખાન જેવી મુસ્લિમ વ્યક્તિએ શું કામ હિંદુના સૌથી પ્રાચીન અને પવિત્ર મહાકાવ્યમાં રોલ ભજવવો જોઈએ? શું નરેન્દ્ર મોદીની ભાજ સરકાર હવે કોંગ્રેસના રસ્તે જ ચાલી રહી છે? શું મુસ્લિમ કોઈ હિંદુને મોહમ્મદ સાહેબના જીવન પરથી બનનારી ફિલ્મમાં કામ કરવા દેશે?

— Francois Gautier (@fgautier26) March 21, 2018

આ ટ્વીટ પછી જાવેદ અખ્તરે પોતાનો ગુસ્સો વ્યક્ત કરીને આ વ્યક્તિને દુષ્ટ કહી દીધું હતું.

— Javed Akhtar (@Javedakhtarjadu) March 21, 2018

ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાની ટ્વીટ અનુસાર ફિલ્મ સિરીઝ હોલિવૂડની લોકપ્રિય સિરીઝ 'ધ લોડ્સ ઓફ ધ રિંગ' અને 'ગેમ ઓફ થ્રોન્સ' જેવી પ્રોડક્શન વેલ્યૂ સાથે બનાવવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news