મજાક મજાકમાં કરણે અક્ષય પર તાક્યું તીર, 'ગુડ ન્યૂઝ' મુદ્દે કહી દીધી આટલી મોટી વાત

કરણ જોહર (Karan Johar)ના પ્રોડક્શન હાઉસના બેનર તળે બનેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' ક્રિસમસના તહેવાર રિલીઝ થવા માટે તૈયાર છે. આ મુદ્દે વાત કરતાં કરણ જોહરે હળવા મજાકીયા અંદાજમાં મોટી વાત કહી દીધી. તેમણે કહ્યું કે તેમના માટે ગુડ ન્યૂઝ ત્યારે હોય છે જ્યારે તેમના બેનર માટે કામ કરનાર એક્ટર ઓછી ફી ચાર્જ કરે.

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 19, 2019, 12:00 PM IST
મજાક મજાકમાં કરણે અક્ષય પર તાક્યું તીર, 'ગુડ ન્યૂઝ' મુદ્દે કહી દીધી આટલી મોટી વાત

નવી દિલ્હી: કરણ જોહર (Karan Johar)ના પ્રોડક્શન હાઉસના બેનર તળે બનેલી ફિલ્મ 'ગુડ ન્યૂઝ (Good Newwz)' ક્રિસમસના તહેવાર રિલીઝ થવા માટે તૈયાર છે. આ મુદ્દે વાત કરતાં કરણ જોહરે હળવા મજાકીયા અંદાજમાં મોટી વાત કહી દીધી. તેમણે કહ્યું કે તેમના માટે ગુડ ન્યૂઝ ત્યારે હોય છે જ્યારે તેમના બેનર માટે કામ કરનાર એક્ટર ઓછી ફી ચાર્જ કરે. આ મામલે વાત કરતાં ભલે તેમનો અંદાજ મજાકીયો રહ્યો હોય, પરંતુ આ અંદાજમાં તેમણે અક્ષય કુમાર પર નિશાન સાધતાં કહ્યું કે 'ફિમ ગુડ ન્યૂઝ'ના અભિનેતા અક્ષય કુમારે આ ફ્રન્ટ પર તેમને હજુ સુધી કોઇ ગુડ ન્યૂઝ આપ્યા નથી. 

મુંબઇમાં સોમવારે નિર્દેશક રાજ મહેતા ઉપરાંત અક્ષય, કરીના કપૂર ખાન, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ સહિત મુખ્ય કલાકારો સાથે ફિલ્મના ટ્રેલર લોન્ચ પર મીડિયા સાથે વાતચીત કરતાં કરણ જોહરે હસતા હસતા કહ્યું કે ''ગુડ ન્યૂઝ મારા માટે એ જ છે, જ્યારે એક્ટર મારી ફિલ્માઅં ઓછી કિંમતમાં અભિનય કરવા માટે તૈયાર થઇ જાય.
 

તેમણ કહ્યું કે 'મને લાગે છે કે જ્યારે હું કોઇ સારા સમાચાર સાંભળુ છું, ત્યારે કોઇ ખૂણામાંથી ખરાબ સમાચાર પણ સાંભળવા મળે છે. કરણ જોહરે કહ્યું કે ''આવું બાળકોના જન્મ સમાચાર વખતે થતું નથી. મને આજે પણ યાદ છે જ્યારે મારા બાળકોના જન્મના સમાચાર મળ્યા હતા. ત્યારે હું ખુશ હતો. તેમણે કહ્યું કે મને લાગે છે કે ગુડ ન્યૂઝ પછી તમને બેડ ન્યૂઝ પણ સાંભળવા મળે છે. આ આપણી જીંદગીમાં ક્યારેક ખુશી ક્યારેક ગમ જેવો મામલો છે. આ ફિલ્મ આ વર્ષે 27 ડિસેમ્બરના રોજ રિલીઝ થવાની છે.