વિકી-કેટરીનાના લગ્ન વિશે કોન્ડોમ કંપનીએ શેર કરી એવી પોસ્ટ..જોઈને હાસ્યના ફૂવારા છૂટશે

વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના પતિ પત્ની બનવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે આ કપલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બધા વચ્ચે કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે સોશિયલ મીડિયા પર વિકી અને કેટરીનાના લગ્ન અંગે મજેદાર પોસ્ટ કરી છે.

Updated By: Dec 9, 2021, 02:14 PM IST
વિકી-કેટરીનાના લગ્ન વિશે કોન્ડોમ કંપનીએ શેર કરી એવી પોસ્ટ..જોઈને હાસ્યના ફૂવારા છૂટશે

નવી દિલ્હી: વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફ (Katrina Kaif) ના પતિ પત્ની બનવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. આજે આ કપલ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ બધા વચ્ચે કોન્ડોમ કંપની ડ્યૂરેક્સે સોશિયલ મીડિયા પર વિકી અને કેટરીનાના લગ્ન અંગે મજેદાર પોસ્ટ કરી છે. જેને જોઈને તમે હસી હસીને બેવડા વળી જશો. ઈન્ટરનેટ પર આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે. 

કંપનીએ શેર કરી પોસ્ટ
ડ્યૂરેક્સ કંપનીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ  પોસ્ટ શેર કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે 'પ્રિય વિકી અને કેટરીના જો અમને ન બોલાવ્યા તો જરૂર આ મજાક જ હશે.' આ પોસ્ટ પર યૂઝર્સ ખુબ મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. અત્રે જણાવવાનું કે વિકી કૌશલ અને કેટરીના કૈફ શરૂઆતથી જ તેમના લગ્નને લઈને ખુબ સતર્કતા વર્તી રહ્યા છે. કપલે પોતાના લગ્નમાં ગણતરીના લોકોને જ બોલાવ્યા છે અને આ સાથે જ ગેસ્ટની યાદી પણ ખુબ જ સીક્રેટ રાખવામાં આવી છે. કદાચ આ જ કારણે કંપનીએ વિકી અને કેટરીનાના લગ્નને લઈને સોફ્ટ કટાક્ષ કર્યો છે. જેની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે. 

યૂઝર્સ કરી રહ્યા છે કમેન્ટ્સ
કંપનીની આ પોસ્ટ પર યૂઝર્સ કમેન્ટ કરીને મજા લઈ રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે ઓ ભાઈ સાહેબ, બીજાએ લખ્યું કે કઈક વધુ પર્સનલ થઈ રહ્યું છે. કોઈએ લખ્યું કે આ લગ્નનો સૌથી બેસ્ટ મીમ છે ગુરુ. આ અગાઉ આ કંપની વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા પાદૂકોણ-રણવીર સિંહના લગ્ન વિશે પણ આવી પોસ્ટ કરી ચૂકી છે. જે ખુબ ચર્ચામાં રહી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Durex India (@durex.india)

વિકી અને કેટરીના આજે લેશે સાત ફેરા
અત્રે જણાવવાનું કે વિકી અને કેટરીના આજે એટલે કે 9 ડિસેમ્બરે રાજસ્થાનના સિક્સ સેન્સેસ ફોર્ટ બડવારામાં સાત ફેરા લેશે. લગ્ન બાદ કેટરીના અને વિકી હનીમૂન માટે માલદીવ રવાના થશે. જો કે તેમના ફિલ્મોના શૂટિંગ શેડ્યૂલને જોતા તેમના હનીમૂનમાં મોડું થાય તેવી સંભાવના છે. 

આ જગ્યાએ કપલ રાખશે ગ્રાન્ડ રિસેપ્શન
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ વિકી અને કેટરીના મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડ હોટલમાં પોતાના મિત્રો માટે એક ભવ્ય રિસેપ્શનની મેજબાની કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગુરુવારે વિકી સાત ઘોડાના રથ પર સવાર થઈને કેટરીના સાથે લગ્ન કરવા પહોંચશે. આ લગ્નમાં 120 મહેમાનો સામેલ થયા છે. કપલના હાઈ પ્રોફાઈલ લગ્નમાં સુરક્ષાને ધ્યાનમાં રાખતા લગભગ 100 બાઉન્સર્સ તૈનાત કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube