દેશમાં ખેડૂતોનું આંદોલન ખતમ, 11 ડિસેમ્બરથી ખાલી થઈ જશે દિલ્હીની તમામ સરહદો
એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે ખતમ થઈ ગયું છે. સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હી: એક વર્ષ કરતા પણ વધુ સમયથી ચાલી રહેલું ખેડૂત આંદોલન (Farmers Protest) હવે ખતમ થઈ ગયું છે. કૃષિ કાયદાની વાપસી બાદ ખેડૂતોની બાકી માગણીઓ ઉપર પણ સરકાર તરફથી પાક્કી ખાતરી મળ્યા બાદ ખેડૂત આંદોલન પૂર્ણ થયું છે.સંયુક્ત કિસાન મોરચાએ આ અંગે જાહેરાત કરી છે. આ અગાઉ પહેલા મોરચાએ લાંબી બેઠક કરી ત્યારબાદ ઘર વાપસીનો નિર્ણય લેવાયો. તેમણે કહ્યું કે 15 જાન્યુઆરીના રોજ કિસાન મોરચાની ફરી બેઠક થશે. જેમાં આગળની રણનીતિની ચર્ચા થશે. ખેડૂતોની વાપસીની જાહેરાત બાદ 11 ડિસેમ્બરથી દિલ્હી બોર્ડરથી ખેડૂતો હટશે.
એમએસપી પર કમિટી બનાવવા અને આંદોલન દરમિયાન ખેડૂતો પર નોંધાયેલા કેસ પાછા ખેંચવાને લઈને કેન્દ્ર સરકાર તરફથી લેખિત આશ્વાસન મળ્યા બાદ ખેડૂતોમાં આંદોલન ખતમ કરવા પર સહમતિ બની. આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારોને વળતર આપવાના મુદ્દે યુપી અને હરિયાણાની સરકારોએ સૈદ્ધાંતિક સહમતિ આપી દીધી છે. કેન્દ્ર તરફથી મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર ગુરુવારે સિંઘુ બોર્ડર પર સંયુક્ત કિસાન મોરચાની બેઠક થઈ. બેઠકમાં એ વાત પર સહમતિ બની ગઈ કે આંદોલન ખતમ કરવામાં આવશે.
Protesting farmers will vacate the protest sites on December 11: Farmer leader Darshan Pal Singh pic.twitter.com/Ftg76o7Rd1
— ANI (@ANI) December 9, 2021
ખેડૂતોના બલિદાનની થઈ જીત
સંયુક્ત કિસાન મોરચાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ખેડૂતોએ એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો. અમે મોટી જીત લઈને જઈ રહ્યા છીએ. ખેડૂત નેતાઓએ કહ્યું કે 13 ડિસેમ્બરે સુવર્ણ મંદિર જઈશું. તેમણે કહ્યું કે ખેડૂતોના બલિદાનની જીત થઈ. ખેડૂતો આગળની રણનીતિ જલદી તૈયાર કરશે.
Protesting farmers receive a letter from Govt of India, with promises of forming a committee on MSP and withdrawing cases against them immediately
"As far as the matter of compensation is concerned, UP and Haryana have given in-principle consent," it reads pic.twitter.com/CpIEJGFY4p
— ANI (@ANI) December 9, 2021
15 જાન્યુઆરીએ બેઠક
આ આઝાદી બાદનું સૌથી મોટું સંમેલન રહ્યું. આ આંદોલનથી ખેડૂતોની તાકાત અને હિંમત વધી છે. SKM એ કહ્યું કે સરકારને ઝૂકાવીને આંદોલન સ્થગિત કરી રહ્યા છીએ. પરંતુ 15 જાન્યુઆરીએ SKM આગળની રણનીતિ માટે બેઠક યોજશે. જો કે સંયુક્ત કિસાન મોરચાએ પોતાની આ જીતની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. તેમનું કહેવું છે કે સમગ્ર દેશ સીડીએસ જનરલ બિપિન રાવતના અકાળે નિધનથી શોકમાં ડૂબેલો છે. આથી ખેડૂતો જશ્ન નહીં મનાવે.
ટેન્ટ હટવાના શરૂ થઈ ગયા
ખેડૂતોએ બોર્ડર પર બનાવેલા પોતાના ટેન્ટ ઉખાડવાના શરૂ કરી દીધા છે અને તિરપાલ, બિસ્તરાને ટ્રકો અને ટ્રેક્ટરોમાં ભરવાનું શરૂ કરી દીધુ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકારે તેમની માગણીઓ સ્વીકારી લીધી છે અને આથી તેઓ હવે પાછા ફરી રહ્યા છે.
Farmers start removing tents from their protest site in Singhu on Delhi-Haryana
"We are preparing to leave for our homes, but the final decision will be taken by Samyukt Kisan Morcha," a farmer says pic.twitter.com/rzRjPkPfE1
— ANI (@ANI) December 9, 2021
આ બાજુ પંજાબના 32 ખેડૂત સંગઠનોએ ઘરે જવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે. પંજાબના ખેડૂતો 11 ડિસેમ્બરથી ઘર વાપસી શરૂ કરશે. પ્રસ્તાવ મુજબ ખેડૂતો 11 ડિસેમ્બરના રોજ બોર્ડરથી નીકળશે અને 13 ડિસેમ્બરે અમૃતસરના હરમિન્દર સાહિબ પહોંચશે. ખેડૂત સંગઠનોએ ટોલ પ્લાઝાને પણ મુક્ત કરવાનો પ્રસ્તાવ રજુ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે