Kaun Banega Crorepati 14: Amitabh Bachchan ની ફિલ્મ વિશે કન્ટેસ્ટન્ટની પત્નીએ એવો શબ્દ વાપર્યો...જાણીને બીગ બી સ્તબ્ધ

KBC 14 Written Updates: કોન બનેગા કરોડપતિ શોની 14મી સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે પણ અનેક લોકો પોતાનું નસીબ અજમાવવા માટે આ શોમાં પહોંચી રહ્યા છે. કેટલાક પોતાના ખેલ દ્વારા તો કેટલાક પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. આ વખતે શોમાં એક એવો કન્ટેસ્ટન્ટ પહોંચ્યો જેને કદાચ અમિતાભ બચ્ચન આજીવન નહીં ભૂલી શકે. 

Kaun Banega Crorepati 14: Amitabh Bachchan ની ફિલ્મ વિશે કન્ટેસ્ટન્ટની પત્નીએ એવો શબ્દ વાપર્યો...જાણીને બીગ બી સ્તબ્ધ

KBC 14 Written Updates: કોન બનેગા કરોડપતિ શોની 14મી સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. આ વખતે પણ અનેક લોકો પોતાનું નસીબ અજમાવવા માટે આ શોમાં પહોંચી રહ્યા છે. કેટલાક પોતાના ખેલ દ્વારા તો કેટલાક પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. આ વખતે શોમાં એક એવો કન્ટેસ્ટન્ટ પહોંચ્યો જેને કદાચ અમિતાભ બચ્ચન આજીવન નહીં ભૂલી શકે. શોના લેટેસ્ટ પ્રોમોમાં આ કન્ટેસ્ટન્ટ સાથે અમિતાભ બચ્ચનની વાતો દર્શકોને ખુબ મજા કરાવી ગઈ. પરંતુ બિગ બી માટે ચોંકાવનારી વાત પણ જોવા મળી. 

શોનો જે લેટેસ્ટ પ્રોમો સામે આવ્યો છે જેમાં હોટ સીટ પર બેઠેલો કન્ટેસ્ટન્ટ કહે છે કે સર પત્નીની એક ફરિયાદ છે અને તે કહે છે કે હું તેને પ્રેમ કરતો નથી. જેના પર અમિતાભ તેનું કારણ પૂછે છે તો કન્ટેસ્ટન્ટ કૃષ્ણા દાસ કહે છે કે સર જ્યારે હું તમારી એક ફિલ્મ જોઉ છું તો પત્ની કહે છે કે શું ફાલતું ફિલ્મ જોઈ રહ્યા છો. જેવી આ વાત અમિતાભ બચ્ચન સાંભળે છે કે દંગ રહી જાય છે અને પોતાનું માથું પકડી લે છે. 

કન્ટેસ્ટન્ટ કહે છે કે તે ફિલ્મનું નામ નહીં જણાવે. જેના પર અમિતાભ બચ્ચન કહે છે કે પહેલા એ વાત મને પચાવવા તો દો. આટલું જ નહીં અમિતાભ કન્ટેસ્ટન્ટના પત્નીને થોડીવાર માટે જુએ છે અને પછી પૂછે છે કે શું અમે ફાલતું પિક્ચર બનાવીએ છીએ? આ મજેદાર પ્રોમો સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. જેને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

કોન બનેગા કરોડપતિમાં દર વખતની જેમ આ વખતે પણ ખુબ મજેદાર કન્ટેસ્ટન્ટ પહોંચી રહ્યા છે જે શાનદાર રમી પણ રહ્યા છે. જો કે અત્યાર સુધી આ સીઝનનો કરોડપતિ શોને મળ્યો નથી. જો કે અનેક કન્ટેસ્ટન્ટ એક કરોડના સવાલ સુધી તો પહોંચ્યા પરંતુ કોઈ પણ તે પાર કરી શક્યા નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news