'War 2'માં જોવા મળશે કિયારા અડવાણી, રિતિક રોશન અને જુનિયર NTR સાથે શેર કરશે સ્ક્રીન

Kiara Advani Joined War 2 Cast: અયાન મુખર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'વોર 2'માં કિયારા હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. ફિલ્મ 'વોર 2' આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે.

'War 2'માં જોવા મળશે કિયારા અડવાણી, રિતિક રોશન અને જુનિયર  NTR સાથે શેર કરશે સ્ક્રીન

Kiara Advani Joined War 2 Cast: બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ સત્યપ્રેમ કી કથા 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.  અને કિયારા અયાન મુખર્જીના નિર્દેશનમાં બની રહેલી 'વોર 2'માં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળશે. જાણકારી અનુસાર, રિતિક રોશન અને જુનિયર એનટીઆરની એક્શનથી ભરપૂર ફિલ્મ 'વોર 2' આ વર્ષના અંત સુધીમાં રિલીઝ થઈ શકે છે. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ માટે આદિત્ય ચોપરાએ કિયારા અડવાણીને કાસ્ટ કરી છે.

રિતિક અને જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરશે
જો સૂત્રોનું માનીએ તો આદિત્ય ચોપરા 'વોર 2'ને એક્શન એન્ટરટેનર બનાવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. કિયારા અને રિતિકને પડદા પર એકસાથે જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે. 'વોર 2' વર્ષ 2019માં રિલીઝ થયેલી 'વોર'ની સિક્વલ છે જે બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. જેમાં ટાઇગર શ્રોફે રિતિક રોશન સાથે સ્ક્રીન શેર કરી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.

No description available.

'સત્યપ્રેમ કી કથા' 29 જૂને રિલીઝ થશે
કિયારા અડવાણીએ પોતાની 8 વર્ષની ફિલ્મી કરિયરમાં બોલિવૂડને 7 હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે વરુણ ધવન સાથે ફિલ્મ 'જુગ જુગ જિયો'માં જોવા મળી હતી અને હવે તે તેની આગામી ફિલ્મ 'સત્યપ્રેમ કી કથા' માટે લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં તે કાર્તિક આર્યન સાથે જોવા મળશે. આ ફિલ્મ 29 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે.

'ફુગલી'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું
કિયારાએ 'ફુગલી'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું, ત્યાર બાદ તે 'MS Dhoni: The Untold Story', 'Gilty', 'SherShah' જેવી ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કરતી જોવા મળી. તે વેબ સિરીઝ 'લસ્ટ સ્ટોરીઝ'માં પણ જોવા મળી હતી જેમાં તેણે તેના બોલ્ડ સીન્સથી દર્શકોને ચોંકાવી દીધા હતા. હવે ચાહકો તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. 

આ પણ વાંંચો:
રાહતના સમાચાર, વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું, 9 જિલ્લામાં વરસાદની આગાહી
શનિવારનો દિવસ અને શનિ થશે વક્રી, આ 3 રાશિઓ માટે વક્રી શનિ અશુભ, જીવનમાં વધશે સંકટ

ખબર છે હનુમાનજીને કેમ ચઢે છે સિંદૂર? આ રીતે શરૂ થઇ સિંદૂર લગાવવાની પ્રથા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news