Kiara Sidharth Wedding Reception: અનુષ્કા-પ્રિયંકાની જેમ કિયારા પણ આપશે ગ્રાન્ડ રિસેપ્શન! શાહરૂખ, કાજોલ જેવા સ્ટાર્સ આપશે હાજરી

Kiara Sidharth Wedding Reception: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના વેડિંગ રિસેપ્શન વિશે સમાચાર આવ્યા હતા કે આ સ્ટાર કપલ દિલ્હી અને મુંબઈમાં બે રિસેપ્શન આપશે. જેમાં બોલિવૂડના સુપરસ્ટાર અજય દેવગન અને શાહરૂખ ખાન પણ હાજર રહેશે.
 

Kiara Sidharth Wedding Reception: અનુષ્કા-પ્રિયંકાની જેમ કિયારા પણ આપશે ગ્રાન્ડ રિસેપ્શન! શાહરૂખ, કાજોલ જેવા સ્ટાર્સ આપશે હાજરી

Kiara Advani Sidharth Malhotra Reception Venue: કિયારા અને સિદ્ધાર્થના ચાહકો લાંબા સમયથી તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. બંનેના લગ્ન જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા હતા, જેને ખૂબ જ પ્રાઇવેટ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી એવા સમાચાર હતા કે કિયારા અને સિદ્ધાર્થ 2 ​​જગ્યાઓ એટલે કે દિલ્હી અને મુંબઈ પર રિસેપ્શન આપશે, જોકે રિપોર્ટ્સનું માનીએ તો એવું નથી પરંતુ રિસેપ્શન સૂર્યગઢ પેલેસમાં થશે.

આ લગ્ન વિશે જે લેટેસ્ટ માહિતી સામે આવી છે તે મુજબ કિયારા-સિદ્ધાર્થ લગ્ન બાદ બે વાર રિસેપ્શન આપશે. લગ્નમાં હાજર મહેમાનો સિવાય, અન્ય બોલિવૂડ સેલેબ્સ તેમના રિસેપ્શનમાં હાજરી આપી શકે છે. આ રિસેપ્શનમાં શાહરૂખ ખાન, અજય દેવગન અને કાજોલ પણ પહોંચવાના સમાચાર છે.

લગ્નમાં પહોંચ્યા હતા આ મહેમાનો 
જો લગ્નની વાત કરીએ તો 5 ફેબ્રુઆરીએ મહેંદી સેરેમની બાદ 6 ફેબ્રુઆરીએ સંગીત અને ચૂડા સેરેમની થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે મોડી રાત સુધી સંગીત ચાલ્યું હતું. મીડિયા અંદર કોઈ ફોટો કે વિડિયો ન લઈ શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે 7 ફેબ્રુઆરીએ લગ્નમાં કરણ જોહર, મનીષ મલ્હોત્રા, જુહી ચાવલા, જય મહેતા, ઈશા અંબાણી, આનંદ પીરામલ, શાહિદ કપૂર, મીરા રાજપૂત જેવા સેલેબ્સ હાજર રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news