સાત જન્મોના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન

Sidharth Malhotra-Kiara Advani Wedding: સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન થઈ ગયા છે. બંનેએ મંગળવારે સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા છે. 

સાત જન્મોના બંધનમાં બંધાયા સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણી, સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન

ઉદયપુરઃ Sidharth Malhotra-Kiara Advani Wedding: બોલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે સત્તાવાર રીતે પતિ-પત્ની બની ગયા છે. શેરશાહ ફિલ્મની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીથી ફેન્સને દીવાના બનાવનાર જોડી રિયલ લાઇફમાં પણ એકબીજાની થઈ ગઈ છે. બંને ફિલ્મના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા અને ત્યારબાદ પ્રેમ થયો. બંનેના લગ્ન જૈસલમેરના સૂર્યગઢ પેલેસમાં થયા છે. જ્યાં તેના પરિવારજનો અને બોલીવુડના કેટલાક લોકો પહોંચ્યા હતા. 

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્ન થઈ ગયા છે. બંનેએ મંગળવારે સાત ફેરા લીધા છે. વિક્કી કૌશલ-કેટરીના કેફ, રણબીર-આલિયા અને કેએલ રાહુલ-અથિયા શેટ્ટીની જેવા કપલની જેમ સિદ્ધાર્થ-કિયારાએ બપોરે લગ્ન કર્યાં છે. 

સૂર્યગઢ પેલેસમાં થયા લગ્ન
સિદ્ધાર્થ-કિયારાના રોકા અને ચૂડા સેરેમની 6 ફેબ્રુઆરીએ સંગીતની રાત પહેલા થયા હતા. રોકા બે પરિવારો એક થવાના પ્રતીકના રૂપમાં માનવામાં આવે છે. સેરેમનીમાં સિદ્ધાર્થ અને કિયારાના માતા-પિતા હાજર હતા. ત્યારબાદ અભિનેત્રીની ચૂડા સેરેમની થઈ હતી. સંગીતની રાત માટે સૂર્યગઢ પેલેસને ગુલાબી કલરથી શણગારવામાં આવ્યો હતો. સિદ્ધાર્થ મંચ પર કિયારા અડવાણીના ભાઈ મિશાલની સાથે સામેલ થયો હતો. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkvilla (@pinkvilla)

તેના લગ્નમાં મોટા-મોટા સિતારાઓથી લઈને બિઝનેસ જગતની હસ્તિઓએ હાજરી આપી. કરણ જોહર, શાહિદ કપૂર-મીરા કપૂર, જૂહી ચાવલા અને તેના પતિ સિવાય ઈશા અંબાણી પણ સિદ્ધાર્થ-કિયારાના લગ્નમાં પહોંચી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news