સમગ્ર ગુજરાતના વેપારીઓ સાવધાન! તમારી સાથે પણ થઈ શકે છે આ રીતે સૌથી મોટી છેતરપીંડી!
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી એક વર્ગ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈની અંજામ આપ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના નોંધાઇ હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: ખોટું નામ ધારણ કરી અમદાવાદથી સુરતના વેપારીઓને છેતરતીગેંગનો પર્દાફાશ સુરત પોલીસે કર્યો છે. ઇકો સેલ દ્વારા આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓ એકબીજાની મદદથી વિશ્વાસ કેળવી મોટી રકમનું કાપડ લઈ પેઈમેન્ટ નહિ ચૂકવી છેતરપીંડી આચરતા હતા.
અમદાવાદના બે વિદ્યાર્થીઓએ JEE મેઈન્સમાં વગાડ્યો ડંકો! પરિણામ જાણીને ગદગદ થઈ જશો!
સુરતના કાપડ માર્કેટમાં લેભાગુ વેપારીઓ સામે દિવસેને દિવસે ફરિયાદ ઉઠી રહી છે ત્યારે વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે. આજથી એક વર્ગ પહેલા લાખો રૂપિયાના કાપડની ખરીદી કરીને ઠગાઈની અંજામ આપ્યો હોવાની ફરિયાદ સુરત ક્રાઈમ બ્રાન્ચના નોંધાઇ હતી. બનાવને પગલે સુરત પોલીસે ઠગાઈ કરનાર આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા મનોહરલાલ જોસ્મેલ તલરેજા અને લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી ધરપકડ કરી હતી. આ બને એકબીજાના મેળા પીપણાથી વેપારીઓને વિશ્વાસમાં લઈ મોટી રકમનું કાપડ મંગાવી પેમેન્ટ નહીં આપી છેતરપીંડી આચરતા હતા.
ગુજરાતમાં પણ ઊગી શકે છે સ્ટ્રોબેરી! માત્ર 40 દિવસમાં લાખોની કમાણી કરે શકે છે ખેડૂતો
સુરત ઇકો સેલ દ્વારા આ બંને આરોપીઓ ઝડપી પડાયા હતા. પકડાયેલ બને આરોપી આરોપી વિજય ઉર્ફે શ્યામ મખીજા તથા લક્ષ્મણ ગોપાલદાસ કોડવાણી ભેગા મળી સુરતના વેપારીઓને છેતરવા માટે પૂર્વ આયોજિત કાવતરૂ રચી આરોપી લક્ષ્મણ કોડવાણી એ ડમી સીમકાર્ડ મેળવી આરોપી વિજય ઉર્ફ શ્યામ મખીજાને આપી અને સુરતના વેપારીઓને પોતે શ્યામ મખીજા છે અને તે શ્રી શ્યામ એજન્સીના માલિક બોલે છે અને પોતે શાહીબાગ સફલ-11 મા વેપાર ધંધો કરે છે.
કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં મહેમાનોને પીરસવામાં આવશે દેશીથી લઈને વિદેશી તમામ વાનગી
પોતાના રેફરન્સમાં આરોપી લક્ષ્મણ પાસે રહેલ ડી ફોન નંબરો બીજા વેપારીઓના હોવાનું જણાવી વેપારીઓને વિશ્વાસમાં લેતા અને વેપારીઓ ખાતરી કરવા ફોન કરતા તો આરોપી લક્ષ્મણ પોતે વેપારી બોલતો હોવાનું સુરતના વેપારીઓને જણાવી શ્યામ મખીજા બહુ જ સારા વેપારી હોવાનો અભિપ્રાય આપી બન્ને આરોપીઓ એકબીજાના મેળાપીપણાથી સુરતના વેપારીઓ પાસેથી સાડીઓના પાર્સલો અમદાવાદ ખાતે મંગાવી તે પાર્સલો લોડીંગ ટેમ્પો ચાલક મારફતે ટ્રાવેલ્સમાંથી છોડાવી માલ છોડાવનાર ટેમ્પો ચાલક પાસેથી માલ અધવચ્ચે બીજા ટેમ્પોમાં ભરી લઇ જઇ અમદાવાદ તથા મેરઠના વેપારીઓને સસ્તા ભાવે વેચાણ કરી દેતા સામે આવ્યું હતું.
OMG..! આ છે દુનિયાના સૌથી મોંઘા ઘર, કિંમત એટલી છે કે બની જાય એક નવો દેશ
જેથી પોલીસે બને આરોપીઓની ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવીને આરોપીઓ ફરીયાદી સિવાય અન્ય કેટલાક ભોગબનનારા ઓને છેતર્યા છે અને વહેંચેલ માલના નાણા ક્યા રાખેલ છે. તે દિશામાં ઉંડાણ પૂર્વકની વધુ તપાસ ચાલુ છે.
More Stories