અભિનેતા કિરણ કુમારે કોરોનાને આપી માત, ટેસ્ટ રિપોર્ટ આવ્યો નેગેટિવ
બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા કિરણ કુમાર (Kiran Kumar)ના કોવિડ 19 ટેસ્ટ (Covid-19 Test)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગત અઠવાડિયે તે કોરોના વયરસથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ તે તાત્કાલિક સેલ્ફ આઇસોલેશનમાં રહેવા લાગ્ય હતા.
Trending Photos
નવી દિલ્હી: બોલીવુડના દિગ્ગ્જ અભિનેતા કિરણ કુમાર (Kiran Kumar)ના કોવિડ 19 ટેસ્ટ (Covid-19 Test)નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગત અઠવાડિયે તે કોરોના વયરસથી સંક્રમિત થયા હતા, ત્યારબાદ તે તાત્કાલિક સેલ્ફ આઇસોલેશનમાં રહેવા લાગ્ય હતા. બુધવારે આવેલા રિપોર્ટના પરિણામોથી ખબર પડી કે તે વાયરસ મુક્ત થઇ ગયા છે.
કિરણ કુમારે કહ્યું કે 'થોડા અઠવાડિયા પહેલાં મેં મારું રૂટિન મેડિકલ ચેકઅપ કરાવ્યું અને તે સમયે સરકારી દિશા-નિર્દેશો અનુસાર કોવિડ 19 ટેસ્ટ કરાવવો ફરજિયાત હતો. મારી પુત્રી આ દરમિયાન મારી સાથે હતી. અમે હસી મજાક કરી રહ્યા હતા અને ચીજોને લઇને સકારાત્મક હતા, કારણ કે અમને લાગ્યું કે આ તો ફક્ત ઔપચારિકતા છે, જલદી જ અમારી જીંદગી પાટા પર આવી જશે.'
તેમણે કહ્યું 'જ્યારે ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, તો તાત્કાલિક મેં પોતાને એક રૂમમાં બંધ કરી દીધો અને તેને એક આઇસોલેશન ઝોનમાં બદલી દીધો. ડરનો માહોલ પેદા ન થાય, તે સુનિશ્વિત કરવા માટે હિંદુજા ખાર અને લીલાવતી હોસ્પિટલના ડોક્ટરોએ અમને પુરતી જાણકારી આપી. અમે અમારી સ્થિતિ વિશે બૃહદમુંબઇ મહાનગર પાલિકને જાણ કરી અને અમે બધાએ વિટામિન્સનું વધુ સેવન કરવાનું શરૂ કરી દીધું. હવે પરિણામ નેગેટિવ આવ્યા બાદ ખૂબ રાહત છે.
અભિનેતાએ કહ્યું કે આજે પરિણામ નેગેટિવ આવ્યા છે અને મને એ કહેવામાં ખુશી થઇ રહી છે કે મારો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. મારો પરિવાર અત્યારે પણ ઘરે જ સેલ્ફ-આઇસોલેશનનું પાલન કરી રહ્યો છે. હું સંપૂર્ણપણે સ્પશરેન્મુખ હતો અને કોરોન્ટાઇન દરમિયાન મને એકલતા સિવાય બીજી તકલીફ ન પડી. આ દરમિયાન મેં આત્મનિરિક્ષિણ કરી જીવનના નાના-નાના સુખો પર ધ્યાન કેન્દ્રીત કરી પોતાનો સમય વિતાવો.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે