KL Rahul Wedding: એકબીજાના થયા kL Rahul અને Athiya Shetty, સાદગીપૂર્ણ કર્યા લગ્ન

KL Rahul Wedding Photos: તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી હનીમૂન પર નહીં જાય. મીડિયા રિપોર્ટ્સમાં આવી જાણકારી મળી છે. જોકે બંનેનું શેડ્યૂલ અત્યારે વ્યસ્ત છે, આવી સ્થિતિમાં લગ્ન પછી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે.

KL Rahul Wedding: એકબીજાના થયા kL Rahul અને Athiya Shetty, સાદગીપૂર્ણ કર્યા લગ્ન

KL Rahul Athiya Shetty Wedding: ભારતીય ક્રિકેટર ટીમના સ્ટાર ઓપનર અને વિકેટકિપર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલીવુડ અભિનેત્રી અથિયા શેટ્ટીએ લગ્ન કરી લીધા છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ મુંબઇમાં એકદમ સાદગીપૂર્ણ રીતે સાત ફેરા લીધા હતા. રાહુલ અને અથિયાના લગ્નમાં ખૂબ નજીકના લોકો સામેલ થયા હતા. જોકે થોડા દિવસો બાદ ગ્રાંડ રિસેપ્શન થશે, જેમાં લગભગ 3000 લોકો સામેલ થવાની સંભાવના છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્નમાં આઇપીએલ ફ્રેંચાઇઝી લખનઉ સુપર જાઇન્ટના માલિક સંજીવ ગોયનકા, મેંટોર ગૌતમ ગંભીર અને ફાસ્ટ બોલ વરૂણ એરોને ભાગ લીધો હતો. તો બીજી તરફ ન્યૂઝિલેન્ડ સીરીઝના લીધે રોહિત શર્મા, વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યા જેવા ક્રિકેટર્સ લગ્નમાં સામેલ થઇ શકયા ન હતા. 

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે લગ્ન પછી કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી હનીમૂન પર નહીં જાય. મીડિયા રિપોર્ટ્સમાં આવી જાણકારી મળી છે. જોકે બંનેનું શેડ્યૂલ અત્યારે વ્યસ્ત છે, આવી સ્થિતિમાં લગ્ન પછી બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જશે.

સુનીલ શેટ્ટી અને અહાન શેટ્ટીએ સ્થળની બહાર પાપારાઝી માટે પોઝ આપ્યો હતો. આ દરમિયાન પિતા-પુત્રની જોડી અદ્ભુત લાગી રહી હતી. સુનીલ શેટ્ટી સ્ટીલ ગ્રે શેરવાનીમાં શાનદાર દેખાતો હતો, જ્યારે અહાન શેટ્ટી તેના માથા પર તિલક સાથે ક્રીમ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો.

— Dalpat Razzpurohit (@DalpatSunielian) January 23, 2023

આથિયા શેટ્ટીનો બેસ્ટ ફ્રેન્ડ ક્રિષ્ના શ્રોફ લોકેશન પર પહોંચતો જોવા મળ્યો હતો. આ પહેલા કૃષ્ણા શ્રોફે લગ્નની તૈયારી કર્યા બાદની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કૃષ્ણા ઉપરાંત ક્રિકેટર ઈશાંત શર્મા, અંશુલા કપૂર જેવા લોકો સ્થળ પર પહોંચ્યા હતા.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news