'Alia Bhatt અને Ranbir Kapoor આવતા વર્ષ સુધી કરશે લગ્ન, 2037માં થઈ જશે અલગ

ખુદને ફિલ્મ ક્રિટિક ગણાવનાર કમાલ રાશિદ ખાન  (Kamaal R Khan) એટલે કે કેઆરકેએ હાલમાં એક ભવિષ્યવાણી કરી છે. આ ભવિષ્યવાણીમાં તેણે દાવો કર્યો છે કે આલિયા અને રણવીર આવતા વર્ષ સુધી લગ્ન કરી લેશે. 
 

'Alia Bhatt અને Ranbir Kapoor આવતા વર્ષ સુધી કરશે લગ્ન, 2037માં થઈ જશે અલગ

નવી દિલ્હીઃ બોલીવુડ કપલના લિસ્ટમાં આલિયા અને રણબીર કપૂર (Alia And Ranbir) નું નામ સૌથી પહેલા આવે છે. ફેન્સ ઈચ્છે છે કે આ કપલ જલદી લગ્ન કરી લે. તેથી લોકો તેના જિંદગી સાથે જોડાયેલી દરેક વાત જાણવા ઈચ્છે છે. તેવામાં આ બંનેના લગ્નની જાહેરાત કમાલ ખાને કરી દીધી છે અને તે જાણીને ચોંકી જશો કમાલ ખાને માત્ર લગ્ન જ નહીં છુટાછેડાની પણ જાહેરાત કરી છે. 

કેઆરકેનું પ્રિડિક્શન
કમાલ રાશિદ ખાન (Kamaal R Khan) હંમેશા પોતાના નિવેદનોને લઈને સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહે છે. કેઆરકેનું નામ તે લોકોમાં સામેલ છે, જે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ્સને કારણે ચર્ચામાં રહે છે. તેવામાં આ વખતે કેઆરકેએ રણવીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન વિશે ટ્વીટ કર્યું છે. 

— KRK (@kamaalrkhan) July 13, 2021

લગ્નની સાથે છુટાછેડાનું લગાવ્યું પૂર્વાનુમાન
હકીકતમાં કેઆરકે  (Kamaal R Khan) એ ટ્વિટર પર કેટલાક પ્રિડિક્શન પોસ્ટ કર્યાં છે, પોતાના ટ્વીટમાં કેઆરકેએ અનેક વાત લખી છે. તેવામાં કેઆરકેએ એક પૂર્વાનુમાન રણવીર કપૂર અને આલિયા ભટ્ટને લઈને કર્યું છે. કેઆરકેએ પોતાના ટ્વીટમાં લખ્યું- 2022ના અંત સુધી રણવીર કપૂર અને આલિયા ભટ્ટ (Ranbir Kapoor Alia Bhatt Wedding) ના લગ્ન થઈ જશે. પરંતુ રણવીર કપૂર  લગ્નના 15 વર્ષની અંદર આલિયાને છુટાછેડા આપી દેશે. એટલે કે કેઆરકે પ્રમાણે 2037 પહેલા રણવીર આલિયા છુટા પડી જશે. 

વિવાદોનું બીજુ નામ કેઆરકે
કેઆરકે  (Kamaal R Khan) હાલમાં સલમાન ખાનની ફિલ્મનું રિવ્યૂ કરી ફસાયો હતો. અભિનેતાએ તેના પર માનહાનિનો દાવો ઠોક્યો હતો. આ બન્નેની લડાઈ વચ્ચે મીકા સિંહની એન્ટ્રી થઈ હતી. મીકાએ કેઆરકે વિરુદ્ધ એક ગીત પણ બનાવ્યું હતું. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news